Ahmedabad: હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, વધતી ઘટનાઓ પર જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે? જુઓ Video

Ahmedabad: હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, વધતી ઘટનાઓ પર જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે? જુઓ Video

| Edited By: | Updated on: Sep 30, 2023 | 5:53 PM

રાજ્યમાં એક બાદ એક યુવાનોના હાર્ટએટેકનો શિકાર થઈ રહ્યા હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે મોડી રાત્રે હિંમતનગરમાં 21 વર્ષના યુવકે હાર્ટ એટેકને લઈ જીવ ગુમાવ્યો છે. 25 થી 30 વર્ષના યુવાનો હ્રદયરોગના હુમલાનો શિકાર થઈ રહ્યા છે. માત્ર 8 જ દિવસમાં ગરબા રમવા દરમિયાન 3 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. જામનગર, જુનાગઢ અને સુરતમાં પણ ગરબા રમવા દરમિયાન હાર્ટએટેક આવતા જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક બાદ એક યુવાનોના હાર્ટએટેકનો શિકાર થઈ રહ્યા હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે મોડી રાત્રે હિંમતનગરમાં 21 વર્ષના યુવકે હાર્ટ એટેકને લઈ જીવ ગુમાવ્યો છે. 25 થી 30 વર્ષના યુવાનો હ્રદયરોગના હુમલાનો શિકાર થઈ રહ્યા છે. માત્ર 8 જ દિવસમાં ગરબા રમવા દરમિયાન 3 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. જામનગર, જુનાગઢ અને સુરતમાં પણ ગરબા રમવા દરમિયાન હાર્ટએટેક આવતા જીવ ગુમાવ્યો હતો. જાણિતા હાર્ટ સ્પેશિયાલીસ્ટે Tv9 સાથેની વાતચિત દરમિયાન બતાવ્યુ હતુ કે, યુવાનોની લાઈફ સ્ટાઈલ પણ આમા જવાબદાર છે. જેમ કે બહાર જમવાનુ અને અને મોડું જવા સહિતની આદત પણ આ માટે જવાબદાર બની શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

આગળ પણ વાત કરતા કહ્યુ હતુ કે, ગરબા રમવા દરમિયાન કે જીમ દરમિયાન કંઈક અલગ જ અનુભવ શરીરમાં થતો હોવાનુ લાગે તો તરત રોકાઈ જાવ. બહાર નિકળો અને તુરત તબિબનો સંપર્ક કરો અને શંકા દૂર કરવી જોઈએ. કસરત કરવી જોઈએ અને મેડિટેશન પણ ફાયદાકારક છે. યુવાનોને સમયસર અને ઘરે જમવાની આદત કેળવવાની સલાહ આપી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 30, 2023 05:52 PM