Rajkot Video: નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ પરિણીતાનું હાર્ટ એટેકથી મોત, હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા

Rajkot Video: નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ પરિણીતાનું હાર્ટ એટેકથી મોત, હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા

| Edited By: | Updated on: Oct 22, 2023 | 1:23 PM

યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કેસ ચોક્કસથી ચિંતાનું કારણ છે.પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ શા માટે વધી રહ્યા છે? છેલ્લા અમુક દિવસોમાં જે ઘટનાઓ બની છે. તેમાં મોટાભાગે ગરબા રમતા યુવાનો હાર્ટ એટેકનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ વધુ એક હાર્ટ એટેકથી મહિલાનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટમાં દાંડિયા રમ્યા બાદ પરિણીતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે.

Rajkot : યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કેસ ચોક્કસથી ચિંતાનું કારણ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ શા માટે વધી રહ્યા છે? છેલ્લા અમુક દિવસોમાં જે ઘટનાઓ બની છે. તેમાં મોટાભાગે ગરબા રમતા યુવાનો હાર્ટ એટેકનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ વધુ એક હાર્ટ એટેકથી મહિલાનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો : Rajkot Video: દશેરાને લઈ વિશ્વ હિન્દુ પરિષદે કરી વિશેષ વ્યવસ્થા, રાવણ અને કુંભકર્ણ સાથે મેઘનાથના પૂતળાનું કરાશે દહન

રાજકોટમાં દાંડિયા રમ્યા બાદ પરિણીતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કંચન સક્સેના નામની 47 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ગરબા રમ્યા બાદ અચાનક જ મહિલા ઢળી પડી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કરી હતી. તો મળતી માહિતી અનુસાર રેલવે વિભાગના સિનિયર અધિકારી રાજેશકુમાર સક્સેનાના પત્નીનું મૃત્યુ થયું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો