આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ, ”ગુજરાતમાં ત્રીજી લહેર પીક પર છે, હાલ સામે આવતા 80 ટકા કેસ ઓમિક્રૉનના”
આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે ઘણી વખત લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે. જેથી કોવિડ નિષ્ણાંતો RTPCR ટેસ્ટ કરાવવા પર ભાર મૂકી રહ્યાં છે. તો જો લક્ષણો જણાય RTPCR ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
ગુજરાતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર (third wave) સુનામી બનતા જ સરકાર એક્શનમાં આવી ગઇ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી. સાથે જ લોકોને કોરોના ગાઇડલાઇનનનું કડક પાલન કરવા અપીલ કરી છે.
કોવિડ અંગેના તજજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે ત્રીજી લહેર પીક તરફ જઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ એક લાખથી વધારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્યમાં હાલ સામે આવતા 80 ટકા કેસ ઓમિક્રૉનના છે. ઓમિક્રૉન વેરિઅન્ટ ભલે હળવો હોય પરંતુ હાઈબ્રિડ ઈમ્યુનિટીને પણ ગાંઠતો નથી. ઓમિક્રૉન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે. પરંતુ ફેફ્સાને ઓછું નુકસાન કરે છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે કોરોનાનું ઓમિક્રૉન વેરિઅન્ટ હળવો છે. પરંતુ તેને હળવાશથી લેવાની ભૂલ જરા પણ ન કરતા. જે પણ લોકોએ કોરોનાની રસી લીધી નથી. તે લોકો હાલ ICUમાં દાખલ છે. એટલે આરોગ્ય પ્રધાને લોકોને ઝડપથી કોરોના રસી લઈ લેવા અપીલ કરી. આ ઉપરાંત કોરોનાના લક્ષણ હોય તો તેને અવગણ્યા વગર ઝડપથી RTPCR ટેસ્ટ કરાવવા પણ સૂચના કરી.
આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે ઘણી વખત લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે. જેથી કોવિડ નિષ્ણાંતો RTPCR ટેસ્ટ કરાવવા પર ભાર મૂકી રહ્યાં છે. તો જો લક્ષણો જણાય RTPCR ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
મહત્વનું છે ત્રીજી વેવને લઇને રાજ્યના કોવિડ ટાસ્ટ ફોર્સના નિષ્ણાંત તબીબ ડૉ. સુધીર શાહે પણ કોરોનાને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરવા લોકોને જણાવ્યું હતુ. અને ડૉ. અતુલ પટેલના મતે કોરોનામાં અત્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ ભલે ઓછો હોય, પરંતુ કેસની સંખ્યાં વધે તો તેના હિસાબે હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ ઊંચો થઇ જશે તેવુ જણાવ્યુ હતુ. જેથી યુવાનોએ ઘરના વડીલો કે બાળકોનો વિચાર કરીને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું અત્યંત કડકાઈથી પાલન કરવા અપીલ કરી હતી. આ સાથે જ કોરોનાના હળવા નિયમો હોય તો પોતાનું સતત ધ્યાન રાખવા અને દરરોજ 4 થી 5 લીટર પાણી પીવાની પણ તબીબોએ સલાહ આપી છે.
આ પણ વાંચોઃ
કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે
આ પણ વાંચોઃ