Mehsana: બેફામ ગર્ભ પરીક્ષણની ગેરકાયદે પ્રવૃતિને લઈ આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ Video

Mehsana: બેફામ ગર્ભ પરીક્ષણની ગેરકાયદે પ્રવૃતિને લઈ આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2023 | 8:01 PM

મહેસાણા જિલ્લામાં બેફામ ચાલતી ગર્ભ પરીક્ષણની પ્રવૃત્તિ રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં, ગર્ભ પરીક્ષણ રોકવા આરોગ્ય વિભાગે 14 સ્ટિંગ ઓપરેશન કર્યા. ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા વિસ્તારના 10 આરોગ્ય ઓફિસરોને નોટિસ ફટકારવામાં આવી છે.

Mehsana: જિલ્લાના અનેક સ્થળો પર બેફામ રીતે ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું હોવાની વાત ધ્યાને આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણની ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા 14 જેટલા ડૉક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યા છે. જેમાં મહેસાણામાં 3, કડીમાં 3, વિજાપુરમાં 3, વિસનગરમાં 2, સતલાસણામાં 2 અને ઊંઝામાં 1 તબીબને ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યા છે. સ્ટિંગ ઓપરેશન કરવા આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભવતી મહિલાને ડમી પેશન્ટ તરીકે મોકલવામાં આવ્યા હતા. જેમાં 14 તબીબને ત્યાં ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે.

આ પણ વાંચો  : દૂધ સાગર ડેરીની 63મી સાધારણ સભા યોજાઈ, દૂધના ખરીદ ભાવમાં વધારાની કરાઈ જાહેરાત

આ તમામ તબીબો સામે નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે. 14 તબીબોમાંના કડીના એક આયુર્વેદિક ડૉકટરે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. કડીની ક્રિષ્ના હોસ્પિટલમાં આયુર્વેદિક ડૉ.ખુશ્બુ પટેલે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં આ તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ ગર્ભ પરીક્ષણને મુદે આરોગ્ય પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે. 14 તબીબ અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ, જુઓ આ Video

કયા કયા તબીબોને નોટિસ ?

  • ડૉ.તેજસ પ્રજાપતિ, શારદા હોસ્પિટલ, મહેસાણા
  • ડૉ.વિક્રમ ભોજક, દયાસાગર હોસ્પિટલ, મહેસાણા
  • ડૉ.કૃણાલ રાવલ, ક્રિષ્ના મેટરનિટી હોસ્પિટલ, મહેસાણા
  • ડૉ.વિજય પટેલ, યશ હોસ્પિટલ, વિજાપુર
  • ડૉ.વિજય એસ પટેલ, શકુંતલા હોસ્પિટલ, વિજાપુર
  • ડૉ.શીતલ પટેલ, શીતલ મેટરનિટી હોસ્પિટલ, વિજાપુર
  • ડૉ.મહેન્દ્ર પટેલ, કૃષ્ણ હોસ્પિટલ, કડી
  • ડૉ.રજનીકાંત ત્રિવેદી, પૂજા હોસ્પિટલ, કડી
  • ડૉ.નેહા પરીખ, નેહા સર્જીકલ હોસ્પિટલ, કડી
  • ડૉ.ભગુભાઈ ચૌધરી, શારદા હોસ્પિટલ, વિસનગર
  • ડૉ.દિલીપ પટેલ, નવનિધી હોસ્પિટલ, વિસનગર
  • ડૉ.અમૃત પટેલ, હરસિધ્ધિ હોસ્પિટલ, ઊંઝા

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો