પાક વીમાના વળતર માટે સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો

|

Jul 09, 2024 | 12:41 PM

ગુજરાતમાં 2017 અને 2018માં વરસેલા ભારે વરસાદને પગલે કૃષિ ક્ષેત્રને નુકસાન થયું હતું. સરકારે ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ વળતર આપવા માટે જરૂરી સર્વે કરાવ્યો હતો. પરંતુ આ સર્વે યોગ્ય નહી હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે.

ગુજરાતમાં વર્ષ 2017 અને 2018માં પડેલા ભારે વરસાદને પગલે, ખેડૂતોને થયેલા કૃષિક્ષેત્રના નુકસાન અંગે સરકારે ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નહીં હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથોસાથ સરકારના રિપોર્ટને અરજદારો પૂરતો નકારી કાઢી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે, રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

હાઈકોર્ટે નોધ્યું હતું કે, ધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને તેમની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો છે. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે, પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે. આગામી બે સપ્તાહમાં નવેસરથી સોગંદનામા પર વિગતો મુકવા હાઈકોર્ટે હુકમ કરીને વધુ સુનાવણી આગામી 26મી જુલાઈના રોજ રાખી છે.

Published On - 2:59 pm, Mon, 8 July 24

Next Video