વીડિયો: હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેનના હાથ ખંખેરવાના પ્રયાસ, કહ્યુ કોન્ટ્રાક્ટ અમારી વખતે અપાયો નથી

|

Jan 30, 2024 | 3:06 PM

હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ઓછા ભાવમાં કોન્ટ્રાક્ટ આપવા મામલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને આ મામલે કઇ સ્વીકારવાનું ટાળ્યુ હતુ. સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ બોટનો કોન્ટ્રાક્ટ તેમના કાર્યકાળ દરમિયાન ન અપાયો હોવાનું જણાવ્યુ હતુ, સાથે જ તપાસ ચાલી રહી હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ.

વડોદરાના હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ પોતાના હાથ ખંખેરવાના પ્રયાસ કર્યા છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે કે બોટનો કોન્ટ્રાક્ટ અમારી વખતે અપાયો જ નથી. અમારીથી પહેલાના લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ઓછા ભાવમાં કોન્ટ્રાક્ટ આપવા મામલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને આ મામલે કઇ સ્વીકારવાનું ટાળ્યુ હતુ. સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ બોટનો કોન્ટ્રાક્ટ તેમના કાર્યકાળ દરમિયાન ન અપાયો હોવાનું જણાવ્યુ હતુ, સાથે જ તપાસ ચાલી રહી હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ.

આ પણ વાંચો-સુરત: જન્મનું નકલી પ્રમાણ પત્ર બનાવાના કેસમાં ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ, જુઓ વીડિયો

શું હતી ઘટના ?

વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video