હાર્દિક પટેલનો કોંગ્રેસને વેધક સવાલ, કેમ લોકોના પ્રશ્ને 25 વર્ષમાં એકપણ આંદોલન નથી કર્યું
ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચેહરો અને એક સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહેલા અને હાલ ભાજપમાં જોડાયેલા યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસેને આડે હાથે લીધી હતી.
ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેમાં આ કાર્યક્રમમાં ચર્ચા દરમ્યાન રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જેમાં એક ચર્ચા દરમ્યાન ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચેહરો અને એક સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહેલા અને હાલ ભાજપમાં જોડાયેલા યુવા નેતા હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસેને આડે હાથે લીધી હતી. જેમાં ચર્ચા દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ(Rohan Gupta) હાર્દિક પટેલના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવા મુદ્દે હાર્દિકના વ્યકિતગત કારણોને જવાબદાર ગણાવ્યા હતા. તેમજ કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ કરેલા આક્ષેપો મુદ્દે હાર્દિક પટેલને ઘેર્યા હતા.
જો કે આ દરમ્યાન હાર્દિક પટેલ તેનો વળતો પ્રહાર કર્યો હતો. તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએને જણાવ્યું હતું કે મે તો સમાજ માટે આંદોલન કર્યા છે. લોકોને હક્ક પણ અપાવ્યા છે. તેમજ હજુ પણ આંદોલન કરવાની તાકાત ધરાવું છું. જે દરમ્યાન મારી પર 32 કેસો થયા છે. તેમજ જો કોંગ્રેસ લોકોના પ્રશ્નોને લઇને સજાગ છે તો છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસે કેમ એક પણ મોટું આંદોલન નથી કર્યું. તેમજ જો આંદોલન કર્યા હોય તો તમારી પર કેટલા કેસો થયો છે.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
