Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ભૂ-માફિયાઓની હવે ખેર નથી ! 100 કરોડ જમીન કૌભાંડ કેસમાં કડક પગલા ભરવા મેયર અને MLA એ કરી માગ

Vadodara : ભૂ-માફિયાઓની હવે ખેર નથી ! 100 કરોડ જમીન કૌભાંડ કેસમાં કડક પગલા ભરવા મેયર અને MLA એ કરી માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 8:47 AM

આ કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવાની વડોદરાના મેયર અને ધારાસભ્યએ માગ કરી છે. કેયુર રોકડીયાએ જણાવ્યું છે કે કૌભાંડમાં સામેલ તમામ વ્યક્તિઓની ધરપકડ થવી જોઇએ.

વડોદરામાં દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીનના કૌભાંડ કેસમાં સંડોવાયેલા સામે કાર્યવાહીના પગલા તોળાઈ રહ્યા છે. આ કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવાની વડોદરાના મેયર અને ધારાસભ્યએ માગ કરી છે. કેયુર રોકડીયાએ જણાવ્યું છે કે કૌભાંડમાં સામેલ તમામ વ્યક્તિઓની ધરપકડ થવી જોઇએ. સીટી સર્વેમાં જેમણે ખોટી એન્ટ્રી કરી છે તે તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ક્રાઈમ બ્રાંચે મનપાના 3 અધિકારીઓની ધરપકડ કરી

આ સાથે તેમને સરકારી જમીન પર બંધાયેલા બંગલાને ડિમોલિશ કરવા કલેક્ટર સમક્ષ માગ કરી હોવાનુ પણ જણાવ્યું છે. તથા આ કેસમાં સંડોવાયેલા મનપાના 3 કર્મચારીઓની સામે કાયદાકીય સસ્પેન્શન સુધીના પગલાં લેવાના નિર્ણય અંગે પણ તેમને જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ કેસમાં અગાઉ ક્રાઈમ બ્રાંચે મનપાના 3 અધિકારીઓની ધરપકડ કરી છે. અને તમામને જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ ખેસડવામાં આવ્યા છે.

મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદ્ અંશે સફળતા

બહુચર્ચિત 100 કરોડના સરકારી જમીન કૌભાંડની તપાસના મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદઅંશે સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે વાઘોડિયા રોડ પર આવેલી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસને કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી ઇસ્યુ કરાઈ હતી. તે રજા ચિઠ્ઠીના નંબરનો ઉપયોગ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું. રજા ચિઠ્ઠી મેળવનારનું નામ અને જમીનનું વર્ણન બદલી બોગસ રજા ચિઠ્ઠી બનાવાઈ હતી. સંજય પરમાર કલેકટરના અસલ હુકમો લઈને નોટરી પાસે ગયા હતા.જેના પરથી નોટરીએ નકલો પર ખરાઈ કરી હતી.

Published on: Feb 09, 2023 08:17 AM
g clip-path="url(#clip0_868_265)">