Guru Purnima 2023: ડાકોર મંદિરે ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી, રણછોડરાયજીને વિશેષ શણગાર કરાયો
Dakor, Guru Purnima 2023: રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટીને ભગવાનના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભક્તોએ જય રણછોડ માખણચોરના નાદ ભક્તોએ કર્યો હતો.
ડાકોરમાં ગુરુ પૂર્ણિમાંને લઈ ભક્તોની મોટી ભીડ જામી છે. પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરે દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ડાકોરમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે કતાર જમાવીને લાઈન લગાવી બેઠા હતા. ડાકોર મંદિરમાં સવારથી જ ભીડ જામી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમાને લઈ રાજ્યના મંદિરોમાં અને સંતોના આશ્રમમાં મોટી સંખ્યામાં ભીડ ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. આવી જ રીતે ખેડાના ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટીને ભગવાનના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભક્તોએ જય રણછોડ માખણચોરના નાદ ભક્તોએ કર્યો હતો. ગુરુપૂર્ણિમાને લઈ ડાકોરમાં બિરાજમાન રણછોડરાયજીને વિશેષ શણગાર સજાવવામાં આવ્યો હતો. રાજ્યમાં અંબાજી, શામળાજી, ડાકોર સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી.