Gujarati Video: ભાવનગરના અલંગમાં ભંગાવવા માટે આવ્યુ વિવાદાસ્પદ જહાજ અગસ્તા-2, સુરક્ષા એજન્સી દરેક હિલચાલ પર રાખી રહી છે નજર
Bhavnagar: શિપ બ્રેકિંગના હબ ગણાતા અલંગમાં એક વિવાદાસ્પદ જહાજ ભંગાવા માટે આવ્યુ છે. આ જહાજ આવતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને દરેક હિલચાલ પર નજર રાખી છે. અગાઉ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો પણ આ જહાજને ખરીદવાનો ઈનકાર કરી ચુક્યા છે.
ભાવનગરના અલંગમાં વિવાદાસ્પદ જહાજ અગસ્તા-2 આવતા સુરક્ષા એજન્સી સતર્ક બની છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારેલા જહાજ અગસ્તા-2 ભંગાવવા માટે અલંગ આવ્યું છે. જેથી સુરક્ષા એજન્સી દરેક હીલચાલ પર નજર રાખી રહી છે. ગુપ્તચર એજન્સીઓ અગસ્તા-2નું ચેકિંગ કરશે ત્યારબાદ જહાજને ભાંગવામાં આવશે. મહત્વનું છે કે અલંગમાં પહોંચેલું અગસ્તા ટુ જહાજ અનેક વિવાદોથી ઘેરાયેલું છે.
અગાઉ હથિયારોની તસ્કરીમાં આ જહાજ સંડોવાયેલું હોવાની ચર્ચા હતી. જેથી છેલ્લા એક વર્ષથી અગસ્તા ટુ જહાજ નિષ્ક્રિય હતું. એટલું જ નહીં અગસ્તા 2 ને પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ખરીદવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: ભાવનગરમાં છરીની અણીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની ઘટના આવી સામે, પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા
183 મીટર લાંબુ અને 32 મીટર પહોળા અગસ્તા-2 જહાજને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ વેચવા માટે દુબઈના તાહિર લાખાણીએ ઘણી કોશિષ કરી હતી. પરંતુ નિયમોની દૃષ્ટિએ સાવ કંગાળ એવુ પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ અગસ્તા-2 જહાજને પોતાના દેશમાં પ્રવેશવા દીધુ ન હતુ. આ જહાજને વેચવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. 6 મહિના પહેલા અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડમાં પણ વેચવાની પેરવી કરાઈ હતી. જો કે તે પણ નિષ્ફળ રહી હતી. છેલ્લા એક વર્ષમાં અગસ્તા-2 જહાજ વેચવાના અથાગ પ્રયાસો બાદ પણ સફળતા મળી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
