ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે મોટા સમાચાર, રતનમહાલમાં વાઘના કાયમી વસવાટની પુષ્ટિ
પંચમહાલના રતનમહાલ જંગલમાં વાઘના કાયમી વસવાટની પુષ્ટિ થઈ છે, જે ગુજરાત માટે ગર્વની વાત છે. વાઘ 120 કિલોમીટરના વિસ્તારમાં હિલચાલ કરી રહ્યો છે.
પંચમહાલના રતનમહાલમાં વાઘના કાયમી વસવાટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ટીમ ગુજરાત આવશે. આ કેન્દ્રીય ટીમ ટીમ વાઘ વસવાટ અંગે જાણકારી મેળવશે. હાલ વાઘે પોતાની મુવમેન્ટ કરવાની હદમાં વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.પંચમહાલ, દેવગઢબારિયા, છોટાઉદેપુરના જંગલો સહિત કુલ 120 કિમીના વિસ્તારમાં વાઘની નિયમિત મુવમેન્ટ નોંધાઈ છે.
વન વિભાગ સતત વાઘને ટ્રેકિંગ કરીને નજર રાખી રહ્યું છે. વાઘના ખોરાક માટે સાબર, ચિત્તલ જેવા પ્રાણીઓને પણ છોડવામાં આવ્યા છે. હાલ ભારતમાં કેટલા વાઘ છે તેની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં પંચમહાલના વાઘનો પણ સમાવેશ કરાશે. વાઘની ગણતરી બાદ ગુજરાતમાં વાઘણ લાવવા અંગે નિર્ણય કરાશે.
દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિમીની મુસાફરી
પ્રાપ્ત વિગતો અનુસાર, આ નર વાઘ છેલ્લા 17 મહિનાથી દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિલોમીટરના જંગલ વિસ્તારમાં સતત વસવાટ કરી રહ્યો છે.
રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો
જંગલ ખાતા દ્વારા કરવામાં આવી રહેલા ટ્રેકિંગમાં સામે આવ્યું છે કે આ વાઘ ઝોઝ, રતનમહાલ અભયારણ્ય, કેવડી અને કુંડલ સહિતના ગીચ જંગલ વિસ્તારોમાં મુક્તપણે વિચરતો જોવા મળ્યો છે. અગાઉ 22 એપ્રિલ, 2025ના રોજ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો હતો. ત્યારબાદ પણ સમયાંતરે મળેલા તેના ફુટમાર્ક અને કૅમેરા ટ્રેપના પુરાવાઓના આધારે વન વિભાગ તેની સક્રિય હાજરી પર સતત નજર રાખી રહ્યું છે.
“પહેલી વાત તો એ કે રેગિંગ થયુ જ નથી..” સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર અનુજ મહેશ્વરીનો દાવો
