Gujarati Video : સુરતના ઉમરા ગામે બદનામીના ડરથી પરિણીતાએ કર્યો આપઘાત, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ

| Edited By: | Updated on: Feb 13, 2023 | 7:49 AM

સોસાયટીમાં રહેતો જયદિપ કાકડિયા નામના શખ્સે જુદી જુદી મહિલાઓ સાથે પોતાનું લફરું હોવાની વાતો કરતો હતો. અને પરિણીત મહિલા સાથે પણ પોતાના અનૈતિક સંબંધ હોવાની અફવા ફેલાવી હતી.

સ્ત્રી હોય કે પુરુષ, દરેકને પોતાનું સ્વમાન અને ઈજ્જત વ્હાલી હોય છે. પરંતુ પોતાના ચારિત્ર્ય પ્રત્યે કોઈ શંકા કરે ત્યારે વ્યક્તિ સહનશક્તિ ગુમાવી બેસે છે. ખાસ કરીને, સ્ત્રીઓ આવી બદનામી સહન નથી કરી શકતી. રાજ્યમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડના ઉમરા ગામે કે જ્યાં સમાજમાં બદનામી થવાના ડરથી એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે.

આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં મોટા વરાછામાં પરિણિતાનું શંકાસ્પદ મોત, સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાની નોંધાવી ફરિયાદ

સોસાયટીમાં રહેતો જયદિપ કાકડિયા નામના શખ્સે જુદી જુદી મહિલાઓ સાથે પોતાનું લફરું હોવાની વાતો કરતો હતો. અને પરિણીત મહિલા સાથે પણ પોતાના અનૈતિક સંબંધ હોવાની અફવા ફેલાવી હતી. આ વાતને લઈને બદનામીના ડરથી પરિણીતાને માઠું લાગ્યું હતું. અને બે વર્ષના બાળક તેમજ પતિને સુતા મુકી બાજૂના રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે ઓલપાડ પોલીસે આરોપી જયદિપ કાકડિયા નામના શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

તો બીજી તરફ સુરતના મોટા વરાછામાં પરિણીતાના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો હતો. પરિણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હોવાની માહિતી મળી હતી. ત્યાં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થયું હતું. મોત બાદ પરિણીતાના પિતાએ સાસરિયા પક્ષ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

Published on: Feb 13, 2023 07:49 AM