Gujarati Video : પંચમહાલના કાલોલ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે વાકયુદ્ધનો VIDEO VIRAL

Gujarati Video : પંચમહાલના કાલોલ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે વાકયુદ્ધનો VIDEO VIRAL

| Edited By: | Updated on: Feb 16, 2023 | 7:50 AM

નવાપુરા વિસ્તારમાં પેવર બ્લોકના કામોને લઈ ચીફ ઓફિસર હિરલ ઠાકર અને સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે.

પંચમહાલના કાલોલ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે તુ તું મેં મેં જોવા મળી હતી. નવાપુરા વિસ્તારમાં પેવર બ્લોકના કામોને લઈ ચીફ ઓફિસર હિરલ ઠાકર અને સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. પેવર બ્લોકના કામોને લઈ રજૂઆત કરવા પહોંચેલા સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાકટરો નવાપુરામાં બ્લોક નાખવા ન આવતા હોવાનો સભ્યોએ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : હાલોલના ખોડિયાર નગરમાં SOG પોલીસના દરોડા, 1 શખ્સ પાસેથી 450 ગ્રામ શંકાસ્પદ વ્હાઇટ પાવડરનો જથ્થો ઝડપાયો

ચીફ ઓફિસરે સભ્યોના આરોપને ફગાવતા કહ્યું કે સભ્યોને પોતાના ઘર આસપાસે વધારાના બ્લોક નખાવવા છે. જે ટેન્ડરના માપ મુજબ આવતા નથી. તેમજ સ્વભંડોળ ના અભાવના કારણે બ્લોકનું કામ થઈ શકયું નથી. તો બીજી તરફ કેટલાક સભ્યો કોન્ટ્રાકટરો સાથે બિભત્સ વર્તન કરતા હોવાનો ચીફ ઓફિસરે આરોપ લગાવ્યો હતો.

આ અગાઉ દાહોદના ગરબાડા કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયાની સ્થાનિક સાથે બોલાચાલી થઈ હતી. ધારાસભ્યના શાળામાં ઓરડાની કામગીરી કર્યાના નિવેદન પર સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. અને સ્થાનિકો અને કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયા વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું.

Follow Us