Gujarati Video : વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો, કોર્ટે પાસપોર્ટ પરત આપવાની અરજી ફગાવી
સાગર દાણ કેસમાં પાસપોર્ટ પરત આપવાની અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી હતી. જ્યારે 13 જુલાઈએ સાગર દાણ કેસનો ચુકાદો આવવાનો છે. તેમજ ચુકાદો આવવાનો હોવાથી પાસપોર્ટ ન આપી શકાય તેવું કોર્ટનું અવલોકન છે. આ અગાઉ પણ કોર્ટમાં પાસપોર્ટ મામલે હકિકતો છુપાવી હોવાનું ધ્યાને લેવાયું હતું
Mehsana : ગુજરાતના મહેસાણામાં ડેરી અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં હાલ તેમની વિદેશ જવાની ઈચ્છા પર બ્રેક લાગી છે. જેમાં મહેસાણા સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની પાસપોર્ટ પરત આપવાની અરજી ફગાવી દીધી છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે પગાર કૌભાંડ કેસમાં પાસપોર્ટ આપવાની અરજી મંજૂર કરી હતી.
જેમાં સાગર દાણ કેસમાં પાસપોર્ટ પરત આપવાની અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી હતી. જ્યારે 13 જુલાઈએ સાગર દાણ કેસનો ચુકાદો આવવાનો છે. તેમજ ચુકાદો આવવાનો હોવાથી પાસપોર્ટ ન આપી શકાય તેવું કોર્ટનું અવલોકન છે. આ અગાઉ પણ કોર્ટમાં પાસપોર્ટ મામલે હકિકતો છુપાવી હોવાનું ધ્યાને લેવાયું હતું. જેમાં બેલ રિજેક્ટની એપ્લિકેશન હાઇકોર્ટમાં પડતર છે. જેના લીધે હાલમાં વિપુલ ચૌધરી વિદેશ નહીં જઈ શકે