Gujarati Video: કચ્છની ભુજમાં પાલિકા હસ્તકની કિંમતી મિલકતો શોભાના ગાંઠીયા સમાન
કચ્છના ભુજમાં પાલિકા હસ્તકની કિંમતી મિલકતો કોઈપણ આવક વગર શોભાના ગાંઠીયા સમાન બની છે.છેલ્લા 8 વર્ષથી 12થી વધુ બંધ પડેલી દુકાનો શરૂ કરવા માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે.કોંગ્રેસ અને વેપારીઓએ પાલિકાને વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી દુકાનો શરૂ થઈ નથી.કોંગ્રેસે પાલિકાના સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યા કહ્યું, ભ્રષ્ટાચાર માટે દુકાનો બની હોવાથી શરૂ થઈ નથી.
કચ્છના ભુજમાં પાલિકા હસ્તકની કિંમતી મિલકતો કોઈપણ આવક વગર શોભાના ગાંઠીયા સમાન બની છે.છેલ્લા 8 વર્ષથી 12થી વધુ બંધ પડેલી દુકાનો શરૂ કરવા માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે.કોંગ્રેસ અને વેપારીઓએ પાલિકાને વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી દુકાનો શરૂ થઈ નથી.કોંગ્રેસે પાલિકાના સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યા કહ્યું, ભ્રષ્ટાચાર માટે દુકાનો બની હોવાથી શરૂ થઈ નથી.કોંગ્રેસે પાલિકાને તાત્કાલિક ધોરણે દુકાનો શરૂ કરવાની માગ કરી હતી. જેમાં પાલિકાના પ્રમુખે પણ દુકાનો વર્ષોથી બંધ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે કે કહ્યું, કાયદાકીય મંજૂરી ન મળતા દુકાનો શરૂ થઈ નથી. ટુંક સમયમાં કાયદાકીય કામગીરી હાથ ધરી દુકાનો શરૂ કરવામાં આવશે.