Gujarati Video : વડોદરામાં ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, આક્રોશ વ્યક્ત કર્યો

|

Jul 15, 2023 | 8:17 PM

ટામેટાના ભાવ વધારા પાછળ વેપારીઓ અલગ અલગ કારણો આગળ ધરી રહ્યા છે.પૂરની સ્થિતિ, આવકમાં ઘટાડો, ટ્રાન્સપોર્ટેશન મોંઘુ, આ તમામ કારણોને પગલે ટામેટાના ભાવો આસમાને પહોંચ્યા હોવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Vadodara: ટામેટાનો(Tomato)ભાવવધારો આમ તો દેશભરમાં ચર્ચાનું કારણ બની છે.ત્યારે વડોદરામાં પણ ટામેટાના ભાવોને લઈને કકળાટ જોવા મળ્યો.જે ગૃહીણી એકસાથે 2 કિલો ટામેટા ખરીદતી હતી, તે હવે માત્ર અઢીસો ગ્રામ ટામેટા ખરીદીને સંતોષ માની રહી છે.ટામેટા વગરની દાળ ફિકી લાગી રહી છે, તો શાકમાંથી ટામેટાની ગ્રેવી ખોવાઈ ગઈ છે.10-20 રૂપિયાએ ખરીદેલા ટામેટા હવે 100-150ની પણ ઉપર જતાં રહેતાં લોકોની પ્રતિક્રિયા સાંભળવા જેવી છે.

તો ટામેટાના ભાવ વધારા પાછળ વેપારીઓ અલગ અલગ કારણો આગળ ધરી રહ્યા છે.પૂરની સ્થિતિ, આવકમાં ઘટાડો, ટ્રાન્સપોર્ટેશન મોંઘુ, આ તમામ કારણોને પગલે ટામેટાના ભાવો આસમાને પહોંચ્યા હોવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરાના બજારોમાં નાસિકના ટામેટા 120થી 130 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. તો બેંગાલુરૂના ટામેટા 150 રૂપિયે કિલોના ભાવે વેચાય છે.જોકે ભાવ ઘટવા માટે લોકોએ થોડી ધીરજ ધરવી પડશેએવું વેપારીઓનું માનવું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:15 pm, Sat, 15 July 23

Next Video