Gujarati Video: Vadodara- ભારે પવન ફુંકાતા 60 જેટલા વૃક્ષો અને 100થી વધુ હોર્ડિંગ્સ ધરાશાયી

|

Jun 04, 2023 | 11:24 PM

Vadodara: વડોદરામાં વાવાઝોડાને કારણે 60થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે નાના મોટા મળીને 100થી વધુ હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. કોર્પોરેશને વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરી છે.

 Vadodaraમાં ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.નાના મોટા બેનરો પણ થયા જમીન દોસ્ત થયા હતા. 60 જેટલા વૃક્ષો તેમજ 100 જેટલા નાના મોટા હોર્ડિંગ ધરાશાયી થયા હતા. જો કે મોટાભાગના સ્થળે વૃક્ષો અને બેનર હટાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. કોર્પોરેશન દ્વારા વૃક્ષો તેમજ હોર્ડિંગ હટાવવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ હતી.

પાદરાના સધી ગામમાં શાળાના 7 ક્વાટર્સને ભારે નુકસાન

આ તરફ વડોદરાના પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. જેથી સાઘી સ્થિત શ્રી બંધુ સમાજ હાઇસ્કુલમાં રહેતા સાત શિક્ષક પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે આવેલા વાવાઝોડાના કારણે સ્કૂલના સાત જેટલા ક્વાટર્સને ભારે નુકસાન પહોંચ્યું હતું.. ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. જેથી વૃક્ષો નીચે પાર્ક કરેલા કાર અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે ઘટના બન્યા બાદ ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા અને ક્વાટરમાં રહેતા શિક્ષકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા હતા.

આ પણ વાંચો : Gujarat Video: છોટા ઉદેપુરમાં વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને વ્યાપક નુકસાન, અનેક છોડ થયા જમીનદોસ્ત

નવા નક્કર અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી

વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. સામાન્ય વરસાદમાં જ નવા નક્કોર અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે. રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડી છે. બ્રિજ નીચે બનાવવામાં આવેલી સેફ્ટી વોલના બ્લોક તૂટીને રોડ પર પથરાયા છે..ત્યારે અહીં સવાલ થાય કે શું અહીંથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા સાથે ચેડા થઇ રહ્યાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન લોકોની સુરક્ષા સામે ચેડા કરી રહ્યું છે. બ્રિજ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં વારંવાર તૂટી જાય છે. એટલું જ નહીં બ્રિજની કામગીરીમાં નેતાઓએ કટકી કરી હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

Input Credit- Yunus Gazi- Vadodara

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video