Rajkot : ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, મોટી પાનેલીમાં ફુલઝર નદીમાં આવ્યુ ઘોડાપૂર- જુઓ Video

Rajkot: ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટી પાનેલી ગામે એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પાનેલી ગામની ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 10:11 PM

Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકી જતા ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ખરાચિયા, વલાસણ, ઝાર, ચરેલિયા, હરિયાસન ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ફુલઝર નદીમાં ઘોડાપૂર આવતા લોકોને નદીકાંઠે ન જવા તાકીદ કરાઈ છે.

આ પણ વાંચો : Banaskantha Rain : પાલનપુરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક હાઇવે પાણીમાં ડૂબ્યા,જૂઓ Video

પાનેલી ગામની ફૂલઝર નદીમાં આવ્યું ઘોડાપૂર

આ તરફ ધોરાજીની મોટી વાવડીમાં પણ ભારે વરસાદ બાદ તારાજીના દૃશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદ ખાબક્યા બાદ મોટી વાવડીમાં પુલ નીચેનો ભાગ ધરાશાયી થયો છે. પાણીનો પ્રવાહ વધવાને કારમે પુલના નીચેના ભાગનું ધોવાણ થયુ છે. પુલનું ધોવાણ થયુ હોવાછતા તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં નથી આવ્યો. જેને લઈને અહીંથી પસાર થતા વાહનચાલકોના જીવનું જોખમ તોળાઈ રહ્યુ છે. તાત્કાલિક રસ્તો બંધ કરી પુલનું સમારકામ કરવા લોકોની માગ ઉઠી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે
અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
g clip-path="url(#clip0_868_265)">