Gujarati Video: સતત બીજા દિવસે અમરેલી પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

Amreli: અમરેલીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના વડિયાના ગ્રામ્ય પંથકમાં માવઠા સાથે કરા પડ્યા હતા. વડિયા, અનિડા, અરજણસુખ, સનાળી, ખજૂરી, પીપરિયા, અને સૂર્યપ્રતાપગઢમાં માવઠાની સ્થિતિ જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 11:49 PM

ગુજરાતમાં  ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી પંથકના અનેક તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેમા અમરેલીના વડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠા સાથે કરા પડ્યા હતા. અનિડા, અરજણસુખ, સનાળી, ખજૂરી, પીપરિયા, તેમજ સૂર્યપ્રતાપગઢમાં માવઠાની સ્થિતિ જોવા મળી હતી. વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો.

આ તરફ અમરેલીના બાબરાના રાણપર, ચરખા, આંબલીધારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોમસી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો રવિપાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. હાલ આંબા પર મોર બેસવાની શરૂઆત થઈ છે ત્યા કમોસમી વરસાદને કારણે તેને પણ નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ

ગઈકાલે પણ અમરેલીના ધારી અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ગીર પંથકના વિસ્તારોમાં ભારે પવન સાથએ કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે ડાભાળીથી દેવલા તરફ જતા રસ્તા પર વીજ પોલ ધરાશાયી થયો હતો.

જેને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. કેસર કેરી, ઘઉં અને ચોખા સહિતના પાકને કમોસમી વરસાદને કારણે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">