ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 179 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 655

Chandrakant Kanoja

|

Updated on: Mar 18, 2023 | 7:49 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહી છે. જેમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે. જેમાં 18 માર્ચના રોજ કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 655એ પહોંચ્યા છે.

ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 179 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 655
Gujarat Corona

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહી છે. જેમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે. જેમાં 18 માર્ચના રોજ કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 655એ પહોંચ્યા છે.અમદાવાદમાં 83, મહેસાણામાં 21, રાજકોટમાં 13, અમરેલીમાં 09, સુરતમાં 09, સાબરકાંઠામાં 08, રાજકોટ જિલ્લામાં 06, વડોદરામાં 05, સુરત જિલ્લામાં 03, સુરેન્દ્રનગરમાં 03, આણંદમાં 02, ભાવનગર જિલ્લામાં 02, ભાવનગરમાં 02, ગાંધીનગર જિલ્લામાં 02, ગાંધીનગર કોર્પોરેશનમાં 02, જૂનાગઢમાં 02, પોરબંદરમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, ભરૂચમાં 01, ખેડામાં 01, મોરબીમાં 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

આ પણ વાંચો : Gujarati Video: શું આવી રીતે ભણશે ગુજરાત? મહેસાણાના સુખપુરડા ગામે વિદેશ પ્રવાસના શોખીન શિક્ષક વર્ષમાં માત્ર એક જ મહિનો રહે છે હાજર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati