Gujarati Video : ભુજમાં બે ઇંચ ધોધમાર કમોસમી વરસાદ, રાપરમાં પણ કરા પડયા, ખેડુતો ચિંતીત
ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટો અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં કચ્છમાં પણ સતત બીજા દિવસે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેમાં રાપર જિલ્લાના નેક ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યા છે.
ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટો અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં કચ્છમાં પણ સતત બીજા દિવસે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેમાં રાપર જિલ્લાના નેક ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યા છે.
ગુજરાતમાં 19 તારીખ સુધી માવઠાની હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ત્યારે કચ્છમાં પણ આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ભુજમાં તો માત્ર એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા જનજીવન પ્રભાવીત બન્યુ હતુ. ગઇકાલે જે રીતે મુન્દ્રા-માંડવી અને ભુજ સહિત 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને નદીઓમાં પાણી વહી નિકળ્યા હતા તે રીતે આજે પુર્વ કચ્છના રાપર આસપાસના ગામોમાં વરસાદની શરૂઆત થઇ હતી અને ત્યાર બાદ પચ્છિમ કચ્છના ભુજ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાપરમાં 3MM વરસાદ નોંધાયો છે.
રાપરના ગાગોદર,માણાબા,ફતેહગઢ,સુદાણા,ભીમદેવકા સહિત અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો ત્યા રાપર શહેરમાં પણ વરસાદ નોંધાયો હતો તો ભીમદેવકાની સ્થાનીક નદીમાં પાણી વહી નિકળ્યા હતા. આ પહેલા પણ 6 તારીખે પ઼ડેલા વરસાદથી ખેડુતોએ પાક નુકશાની અંગે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે આજે પડેલા વરસાદ બાદ ખેડુતોના ઉભા પાકને નુકશાન જાય તેવી ખેડુતોએ ચિંતા વ્યક્ત કરી છે.
તો ભુજમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા નીચાણવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેમાં ભુજના વાણીયાવાડ,બસ સ્ટેશન,મહેરઅલીચોક તથા ધનશ્યામ નગરમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગઇકાલે પડેલા વરસાદથી ખેડુતોને એરંડા,જીરૂ સહિતના ઉભા પાકમાં નુકશાની અંગે ચિંતા વ્યક્ત કરી ઉત્પાદન અને બજાર ભાવ પર અસર પડશે તેવી શક્યતા વ્યક્ત કરી સરકાર પાસે માંગ કરી હતી ત્યા આજે ફરી ધોધમાર વરસાદથી ખેડુતોના પાકને નુકશાન જાય તેવી પુરી શક્યતા છે.
તો ભુજ,રાપર ઉપરાંત,ગાંધીધામ,માંડવી તથા અબડાસાના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો આમ સતત બે દિવસથી કચ્છમાં પડી રહેલા વરસાદથી એક તરફ ખેડુતોને ભારે નુકશાન ગયુ છે ત્યા બીજી તરફ આજે એક કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ અને રાપરમાં કરા સાથે વરસાદ પડતા જનજીવન પર તેની અસર દેખાઇ હતી.