Gujarati Video : અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, રસ્તા પર પાણી વહેતા થયા

Gujarati Video : અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, રસ્તા પર પાણી વહેતા થયા

| Edited By: | Updated on: Mar 19, 2023 | 10:18 PM

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા,પીર, ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના ગામડામાં વરસાદ પડ્યો છે. તેમજ રસ્તા પર પાણી વહેતા થયા છે. તેમજ અનેક સીમમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ છે.

ચોમાસુ પાકમાં પણ અતિવૃષ્ટિને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું

આ ઉપરાંત રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે વાતાવરણ માં ધુમ્મસ અને ભારે પવન અને હવે વાદળછાયું વાતાવરણ ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ચોમાસુ પાકમાં પણ અતિવૃષ્ટિને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થઈ ગયો અને લણવાની સમય આવ્યો ત્યારે ભારે પવન ફુકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.

નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે

તેમજ ગાઢ ધુમ્મસને કારણે પાકમાં રોગચાળો આવ્યો અને હવે ભારે પવનને કારણે અને વાદળ છાયા વાતાવરણને કારણે ભેજ અને વરસાદને કારણે અનેક પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે