Gujarati Video: જેતપુર માર્કેટ યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલી જણસી પલળી, કમોસમી વરસાદ ખેડૂતો માટે બન્યો કહેર
સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું થયું. જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેતરમાં પાક લણવાની તૈયારી જ હતી. તો ક્યાંક ખેતરોમાં કાપીને પાક તૈયાર હતો. પરંતુ આ તમામ મહેનત ધોવાઈ ગઈ છે. ઘઉં, મકાઈ, જુવાર અને શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે.
રાજ્યમાં હવામાનમાં આવેલા પલટાને પગલે ખેડૂતો બેહાલ થયા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી કમોસમી વરસાદની સ્થિતિ છે. ખેડૂતો માટે કમોસમી વરસાદ કહેર બનીને આવ્યો છે. જેતપુરમાં માર્કેટિંગ યાર્ડમાં રહેલી વિવિધ પાકની જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ધાણા, મરચા, જેવા પાક ખુલ્લામાં રાખવાને લીધે પલળી ગયા હતા. તેમજ મરચાંની બોરીઓને પણ ભારે નુકસાન થયું હતું. હવામાન વિભાગની આગાહી હોવા છતાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં મરચાનો પાક ઉતારવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું થયું. જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેતરમાં પાક લણવાની તૈયારી જ હતી. તો ક્યાંક ખેતરોમાં કાપીને પાક તૈયાર હતો. પરંતુ આ તમામ મહેનત ધોવાઈ ગઈ છે. ઘઉં, મકાઈ, જુવાર અને શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. તો એરંડા, તુવેર, કપાસ, અજમો, ઇસબગુલ અને જીરૂ સહિતના પાકને માઠી અસર થઈ છે. ખેડૂતોની હાલત એટલી કફોડી છે કે ખાવા જેટલા પણ ઘઉં બચ્યા નથી.
કુદરતની થપાટ સામે જગતનો તાત લાચાર
તો બીજી તરફ ગીર સોમનાથમાં પણ કુદરતની માર સામે ફરી એકવાર જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે.કેસર કેરી માટે જાણીતા એવા ગીર સોમનાથ જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર ગઢડા, ઉના અને તાલાલામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
આ વર્ષે ભારે માત્રામાં આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવ્યું હતું.ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા