Gujarati Video : સાપુતારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, કરા પડતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યું

|

Mar 17, 2023 | 11:05 PM

ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે. જેમાં ડાંગના સુબીર, સાપુતારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ સાથે કરા પડતા લોકોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે. જેમાં ડાંગના સુબીર, સાપુતારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ સાથે કરા પડતા લોકોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. જો કે માવઠાથી શાકભાજી તેમજ કઠોળના પાકને નુકશાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. જેમાં હવામાન વિભાગે 17 તારીખ સુધી રાજ્યમાં માવઠાની આગાહી છે. ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણ પલટો જોવા મળ્યો. પ્રવાસન સ્થળ સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારામાં હળવો વરસાદ થયો હતો.

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમા .ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે.લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે.લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો, નવા 121 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર

Next Video