Gujarati Video: કલોલમાં કોલેરાને નાથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી તાકીદ, રોગચાળાને નિયંત્રણમાં લેવા કલેક્ટર સહિત તંત્રને આપી સૂચના

|

Jun 24, 2023 | 11:15 PM

Gandhinagar: કલોલમાં કોલેરાના કેસ વધતા તંત્ર દોડતુ થયુ છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રોગચાળો વકરતા ગંભીર નોંધ લીધી છે અને કલેક્ટર સહિત તંત્રને રોગચાળાને નિયંત્રણમાં લેવા તાકીદ કરી છે.

Gandhinagar: ગાંધીનગરના કલોલમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કલોલમાં છેલ્લા ઘણા સમયથી કોલેરાના કેસ વધી રહ્યા છે. કલોલમાં વકરતા રોગચાળાને લઇ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર સ્થિતિનો તાગ મેળવી તંત્રને રોગચારાને નિયંત્રણમાં લેવા માટે સૂચના આપી છે. આ અંગે અમિત શાહે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વાતચીત કરી હતી અને કોલેરાને નાથવા તાકીદે પગલા લેવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર સહિત તંત્રને અમિત શાહે કડક સૂચના આપી છે. મહત્વનું છે કે કલોલના જુમ્મા મસ્જિદ, મતવા કુવા અને બાંગ્લાદેશી છાપરા સહિતના વિસ્તારમાં કોલેરાએ કહેર મચાવ્યો છે.

આ પણ વાંચો : Gujarat Video: ગાંધીનગરમાં નવી બની રહેલી પ્રાંત કચેરીને તોડી પાડવાની કાર્યવાહી, તોડફોડને લઈ ઉઠ્યા સવાલ, લાખોનુ નુક્શાન!

છેલ્લા 15 દિવસથી ઝાડા ઉલ્ટી અને તાવના કેસ વધ્યા

છેલ્લા ઘણા સમયથી કલોલમાં દૂષિક પાણી આવતુ હોવાની બૂમરાણ ઉઠી હતી. થોડા દિવસ અગાઉ પાંચ હાટડી વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા હતા. આ મામલે કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પાંચેક દિવસ સુધી લીકેજ શોધવા બરાબરની કસરત કરી હતી. જેમા ગટર- પીાના પાણીની લાઈન એકસાથે જતી ચેમ્બરની લાઈનમાં ભંગાણ થતુ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને તંત્ર દ્વારા રિપેરિંગ કરી વસાહતીઓએ રાહત અનુભવી હતી.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video