Gujarati Video : ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં NCB દ્વારા 1,44,000 કિલો ડ્રગ્સનો કરાશે નાશ, ગુજરાતમાંથી 4277 કિલો નશીલા પદાર્થનો નાશ કરાશે

|

Jul 17, 2023 | 9:18 AM

ગુજરાતમાંથી પણ 4277 કિલો નશીલા પદાર્થનો (narcotic substance) નાશ કરાશે. આજે અમિત શાહની હાજરીમાં દિલ્લીમાં ‘ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી' પર પ્રાદેશિક પરિષદ યોજાશે.

Gujarat News : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah) હાજરીમાં આજે 1 લાખ 44 હજાર કિલોથી વધુના માદક દ્રવ્યોનો નાશ કરાશે. તો ગુજરાતમાંથી પણ 4277 કિલો નશીલા પદાર્થનો (narcotic substance) નાશ કરાશે. આજે અમિત શાહની હાજરીમાં દિલ્લીમાં ‘ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદ યોજાશે. કોન્ફરન્સ દરમિયાન NCB તમામ રાજ્યોની ANTF સાથે સંકલન કરીને મોટાપાયે ડ્રગ્સનો નાશ કરશે.

આ પણ વાંચો- Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

ગુજરાતમાંથી પણ નશીલા પદાર્થનો નાશ

મોદી સરકારે નશા મુક્ત ભારતના અભિયાન હેઠળ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. છેલ્લા એક વર્ષમાં દેશની વિવિધ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન કરી આશરે 8 લાખ 76 હજાર કિલોથી વધુના જથ્થાનો નાશ કર્યો છે. જેની બજાર કિંમત 9580 કરોડ જેટલી થાય છે. આજે વધુ એક લાખ 44 હજાર કિલોના જથ્થાનો નાશ થશે. આ સાથે જ કુલ 10 લાખ કિલો માદક દ્રવ્યોનો નાશ થશે જેની બજાર કિંમત આશરે 12 હજાર કરોડ રૂપિયા જેટલી છે. આજે જે ડ્રગ્સના જથ્થાનો નાશ થશે તેમાં ગુજરાતમાંથી ઝડપાયેલા 4 હજાર 277 કિલોના જથ્થાનો પણ સમાવેશ થાય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video