Gujarati Video : બનાસકાંઠાના દાંતીવાડા ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા, દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાઇ ગયો
આ પહેલા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલાયા હતા. હાલમાં 4 દરવાજા મારફતે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં હાલમાં પાણીની આવક અને જાવક 7 હજાર 200 ક્યુસેક છે.
Banaskantha : બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં (Dantiwada Dam) પાણીની આવકમાં ઘટાડો નોંધાતા બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલાયા હતા. હાલમાં 4 દરવાજા મારફતે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં હાલમાં પાણીની આવક અને જાવક 7 હજાર 200 ક્યુસેક છે. ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાતા બનાસકાંઠાના ખેડૂતોને પીવાના પાણી અને સિંચાઈમાં મોટી રાહત થશે. રાજસ્થાનમાં વધુ વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઇ રહી છે.