Gujarati Video : અમદાવાદમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે કોર્પોરેશન એક્શનમાં, બે કંપનીઓ બ્લેક લિસ્ટ કરાઇ

|

Apr 27, 2023 | 6:52 PM

મદાવાદના જમાલપુર સ્મશાનગૃહ મા લોખંડની ઘોડીની ચિત્તા મા છેડછાડની ઘટના સામે આવ્યા બાદ અનેક સ્મશાનગૃહ ની ચિત્તા ઓમા વધારાના લોખંડ ના સ્ટકચર કે ઘોડીઓ ગોઠવી ને આથિઁક લાભ લેવા ની સમભાવ સેવા સંઘ ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ઓછા લાકડાઓ વાપરીને વધુ લાકડાઓ વપરાયા હોવાનો ચાર્જ વસુલીને AMC ને નુકશાન કરાઈ રહ્યા હોવાની વાત બહાર આવી

અમદાવાદમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. જેમાં કૌભાંડનો અહેવાલ સૌપ્રથમ tv9એ પ્રસારિત કર્યો હતો. TV9ના અહેવાલની અસર થતાં બે કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે બે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરાઈ છે. કોર્પોરેશને સમભાવ અને જયશ્રી ક્રિષ્ણ એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે.

ઓછા લાકડાઓ વાપરીને વધુ લાકડાઓ વપરાયા હોવાનો ચાર્જ વસુલીને AMC ને નુકશાન

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના સ્વજનને સ્મશાનમાં લઈ જાય ત્યારે કોર્પોરેશનને નિશ્ચિત કરેલ લાકડાઓના વજન પ્રમાણે તેના પૈસા લેવામાં આવતા હોય છે પરંતુ ઓછા લાકડા વપરાય તે માટે કેટલાક સ્મશાનના સંચાલકો દ્વારા ચિતાની લોખંડની ડિઝાઇનમાં ફેરફાર કરી ઓછા લાકડા વાપરી પુરા પૈસા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના જમાલપુર સ્મશાનગૃહ મા લોખંડની ઘોડીની ચિત્તા મા છેડછાડની ઘટના સામે આવ્યા બાદ અનેક સ્મશાનગૃહ ની ચિત્તા ઓમા વધારાના લોખંડ ના સ્ટકચર કે ઘોડીઓ ગોઠવી ને આથિઁક લાભ લેવા ની સમભાવ સેવા સંઘ ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ઓછા લાકડાઓ વાપરીને વધુ લાકડાઓ વપરાયા હોવાનો ચાર્જ વસુલીને AMC ને નુકશાન કરાઈ રહ્યા હોવાની વાત બહાર આવી

Tv9 ની ટીમ દ્વારા અલગ અલગ સ્મશાનો પર તપાસ કરવામાં આવી જેમાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના લોખંડના ડિઝાઇનમાં ફેરફાર કર્યો હોવાનું સામે આવ્યું. કોઈપણ કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ ડિઝાઇનમાં જો ફેરફાર કરવો હોય તો આ બાબતે મંજૂરી લેવાની હોય છે મંજૂરી વિના જ ડિઝાઇનમાં ફેરફાર કરી લાકડા બચાવવાનો હેતુ કોન્ટ્રાક્ટરોની વધુ નફો કમાવવા નો હેતુ સ્પષ્ટ કરતો જોવા મળી રહ્યો છે.અમદાવાદના અનેક સ્મશાનમાં લોખંડ ની ઘોડીની ચિત્તાઓ મા ફેરફાર કરી મન મરજીથી વધારાની ફીટ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.

(With Input, Jignesh Patel , Ahmedabad ) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:49 pm, Thu, 27 April 23

Next Video