Gujarati VIdeo: રાજકોટમાં મધર્સ ડેના દિવસે જ કરૂણ ઘટના આવી સામે, ત્રણ દિવસની બાળકીને મુકીને માતા ફરાર

Gujarati VIdeo: રાજકોટમાં મધર્સ ડેના દિવસે જ કરૂણ ઘટના આવી સામે, ત્રણ દિવસની બાળકીને મુકીને માતા ફરાર

| Edited By: | Updated on: May 14, 2023 | 5:59 PM

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની બાળકીને મુકીને માતા ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે. બાળ વિભાગમાં બાળકીને મુકીને અજાણી મહિલા ફરાર થઈ હોવાથી ઘટનાને લઈ ચકચાર

રાજકોટમાં મધર્સ ડેના દિવસે જ કરૂણ ઘટના સામે આવી છે. જ્યાં એક નાના બાળકીને મૂકીને તેની માતા ફરાર થઈ છે. એક માતા પોતાની બાળકીને મુકીને ફરાર થવાનો આ બનાવ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. જ્યાં ત્રણ દિવસની બાળકીને મુકીને માતા ફરાર થઈ છે. બાળ વિભાગમાં બાળકીને મુકીને અજાણી મહિલા ફરાર થઈ હતી.

આ પણ વાંચો : રાજકોટમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, એક યુવકનું મૃત્યુ

શહેરમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં રસ્તા કે ફૂટપાથ અથવા મંદિરના આંગણે નાના નવજાત જીવને મૂકીને તેમના માતા પિતા ફરાર થઈ જતાં હોય છે જેને કારણે આ બાળકીની ગંભીર હાલત થતી હોય છે. આમ નહીં બને તેને માટે રાજકોટ સિવિલ ખાતે અનામી પારણાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આજે મધર્સડે ના દિવસે જ એક બાળકીને છોડી દેવાની ઘટના સામે આવી છે. તાજી જન્મેલી બાળકીને માતા મૂકીને જતી રહી હતી. જોકે પોલીસ પણ આ બાબતને લઈ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વનુ છે કે હાલ ફૂલ જેવી બાળકીને ત્યજી દેતા ચકચાર મચી છે.

ગુજરાત સહિત  રાજકોટ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 14, 2023 05:58 PM