Gujarati video : યૂ-ટ્યુબ ચેનલના તોડબાજ પત્રકાર આશિષ કણજારિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજી ફરિયાદ, ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે નોંધાવ્યો ગુનો

| Edited By: | Updated on: May 03, 2023 | 5:29 PM

Ahmedabad News : યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા સામે થલતેજની ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે- વર્ષ 2019માં આશિષ કણજારિયા RTE હેઠળ એડમિશન કરાવવા દબાણ કર્યું હતું

અમદાવાદમાં તોડબાજ યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા સામે થલતેજની ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે- વર્ષ 2019માં આશિષ કણજારિયાએ RTE હેઠળ એડમિશન કરાવવા દબાણ કર્યું હતું અને એડમિશન નહીં આપે તો 6 લાખની માગ કરીને ધમકી આપી હતી. એટલું જ નહીં ઉદગમ સ્કૂલ વિરૂદ્ધ RTI કરીને ખોટા પુરાવા એકઠાના આધારે પરેશાન કરતો હતો.

આ પણ વાંચો-Gujarati Video : યુવરાજસિંહે દહેગામમાં રૂ. 51 લાખમાં બંગલો ખરીદ્યો હોવાનું સામે આવ્યુ, SITની ટીમે બંગલાનો દસ્તાવેજ જપ્ત કર્યો

પોતાની ઓળખ RTI એક્ટિવિસ્ટ તરીકે આપતો હતો

આમ તો લોકોને સાચી અને સચોટ માહિતી મળે તે માટે RTIનો કાયદો બન્યો છે, પરંતુ કેટલાક લોકો RTIના કાયદાનો ઉપયોગ કરી તોડબાજી કરતા હોય છે. કંઇક આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. સ્કૂલો પાસેથી RTI મારફતે માહિતી લઈને સ્કૂલ પાસેથી ખંડણી માગતો તોડબાજ પત્રકાર અને RTI એક્ટિવિસ્ટ સકંજામાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશિષ કણજારીયા નામના શખ્સની ધરપકડ કરી છે.

તોડબાજ આશિષ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ છે. આરોપી આશિષે સ્કૂલના ટ્રસ્ટી પાસેથી ખંડણી માગી હતી. જે બાદ હવે તેમના વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. બોપલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આશિષ પોતાની ઓળખ RTI એક્ટિવિસ્ટ, વાલી મંડળનો પ્રમુખ અને પોલ ખોલ ટીવીના એડિટર તરીકે આપતો અને સ્કૂલો પાસેથી પૈસા ખંખેરતો હતો.

મણિનગરમાં આવેલી એડયુનોવા સાયન્સ સ્કૂલના સંચાલકને આશિષે સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આ કેસમાં આશિષની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે પોલીસ રિમાન્ડ પર છે.

અનેક સંચાલકોને બ્લેકમેલ કરીને તેની પાસેથી રોકડા રૂપિયા અથવા એક એડમિશન મેળવીને બારોબાર તેની રોકડી કરી લેતો આશિષ કણજારિયા હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં છે. તેની સામે હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 03, 2023 05:03 PM