Gujarati video: પેપર લીકના ગુનામાં સામેલ આચાર્ય 8 વર્ષથી કરતો હતો વિદ્યાર્થી સાથે દુષ્કર્મ, જાણો સ્ફોટક વિગતો

| Edited By: | Updated on: Apr 15, 2023 | 11:17 AM

વિદ્યાર્થીની ધોરણ 10માં શાળામાં અભ્યાસ કરતી ત્યારથી આચાર્યએ તેના પર નજર બગાડીને તેને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

જામનગરમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાને લઈ વિદ્યાર્થી આગેવાનો અને સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટના અંગે ABVPએ 5 દિવસમાં આરોપી પ્રિન્સિપાલને પકડીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જો આરોપી પ્રિન્સિપાલની ધરપકડ ન થાય કે ચાર્જશીટ ન થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.  શિક્ષણ જગત માટે કલંક સમાન ઘટનામાં પોલીસ હજુ સુધી મૌન સેવી રહી છે. જામનગરની નજીક લાખાબાવળની ખાનગી શાળાના પ્રિન્સિપાલે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શાળના પેપર લીકના ગુનામાં પણ સામેલ

આરોપી તે સંસ્થામાં પણ એડમીશન લેવા પીડિતા વિદ્યાર્થીનીને દબાણ કરતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યુ છે કે આરોપી મનિષ બુચ  ઉપર ખાનગી સ્કૂલની ફરજ દરમિયાન 2019માં પેપર લીકનો ગુનો પણ દાખલ થયેલો છે. હાલમાં તો પોલીસે નરાધમ આરોપી પૂર્વ આચાર્ય મનિષ બુચને શોધવા દોડધામ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarati Video: કેરીના પાકને થયેલા નુકસાનને લઈને સરકાર ગંભીર, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ

8 વર્ષથી નરાધમ આચરતો હતો દુષ્કર્મ

જામનગરમાં વિદ્યાર્થીનીએ પોતાની સાથે સતત 8 વર્ષથી શાળાના પૂર્વ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરાતું હોવાની પોલીસ ફરીયાદ સીટી બી ડીવીઝનમાં નોંધાવી છે. આચાર્યએ વિદ્યાર્થીની ધોરણ 10માં શાળામાં અભ્યાસ કરતી ત્યારથી તેના પર નજર બગાડીને તેને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

વિધાર્થીઓ શાળામાં સારૂ શિક્ષણ મેળવીને સારી કેરીયર બનાવી શકે તેમ માટે શિક્ષકો, આચાર્ય માર્ગદર્શન બનતા હોય છે. પરંતુ જામનગરની જાણીતી ખાનગી સ્કૂલનો પૂર્વ આચાર્ય મનિષ યદુનંદન બુચે એક વિદ્યાર્થીનીને સતત 8 વર્ષ સુધી શોષણ કરતો રહ્યો હતો. વર્ષ 2015માં વિધાર્થીની જયારે ધોરણ-10માં અભ્યાસ કરતી ત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનિષ યદુનંદન બુચે તેને પોતાની આચાર્યની ઓફિસમાં બોલાવીને તેની સાથે અડપલા કર્યા અને આ અંગે જો કોઈને જાણ કરશે તો વાલીને ફરીયાદ કરવાની તેમજ ધાક ધમકી આપી હતી.

વિદ્યાર્થીની હિંમત દર્શાવીને પહોંચી પોલીસ પાસે

સગીર વયની વિદ્યાર્થિની આચાર્યથી ડરતી રહી અને તેનો શિકાર બનતી રહી. લાંબા સમય સુધી એટલે સતત 8 વર્ષ સુધી આ પ્રકારે તેનું શોષણ કરતા વિધાર્થીનીએ કંટાળીને તેને મુકત કરવા અને છોડી દેવા વિનંતી કરી. પરંતુ આચાર્ય દ્વારા તેને ધમકી આપવામાં આવતી. છેવટે વિદ્યાર્થીની સહન શક્તિની હદ જતા તેણે હિંમતથી આ અંગો પોલીસને જાણ કરી હતી.

પોલીસને ફરીયાદ મળતા પોલિસે આરોપીને શોધવા પહોચી તો આરોપી પૂર્વ આચાર્ય મનિષ બુચ હાલ ફરાર થયાનું જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે વિદ્યાર્થીની જયાં અભ્યાસ કરતી તે સત્યસાંઈ સ્કૂલમાં અગાઉ મનિષ બૂચ આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો જોકે કેટલાક વર્ષોથી તેણે તે નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ એકાદ વર્ષ તેણે લાખાબાવળ નજીક આવેલા એક ટ્રસ્ટમાં એડમીનમાં ફરજ બજાવી હતી. તે પણ જાન્યુઆરી માસમાં છોડી હોવાનુ જાણવા મળ્યુ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 14, 2023 11:49 PM