Gujarati Video: કેરીના પાકને થયેલા નુકસાનને લઈને સરકાર ગંભીર, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ
ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.
કમોસમી વરસાદને લઈને વલસાડમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકને થયેલા નુકસાનને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર છે. માવઠાંને કારણે કેરી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે. આ અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ કે કેરીના નુકસાન અંગે સરકારને રજૂઆત મળી છે. કેરીના પાક નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર આ મામલે વિચારણા કરવામાં આવશે.
ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.
આંબે આવેલા મોર વરસાદ અને વાવાઝોડામાં ધોવાયા
જેમ સૌરાષ્ટ્રની કેરીને માવઠાંનો માર સહન કરવો પડ્યો છે. તે રીતે દક્ષિણ ગુજરાતમાં પણ તેમજ દેશભરમાં વખણાતી ગણદેવીની કેસર કેરીનો સ્વાદ પણ વાતાવરણને કારણે ફિક્કો પડી શકે છે. જ્યારે આંબે મોર આવ્યા, તે જ સમયે વરસાદ આવ્યો અને કેરીના મોરનું ધોવાણ થયું હતું. કેરીના પાકને કમોસમી ઝાપટાએ બરબાદ કરી નાખ્યો હતો. આખું વર્ષ કેસરના ફળ જોવા રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
છેલ્લા ઘણા વર્ષોથી માવઠાંને કારણે કેસર કેરીને નુકસાન થઈ રહ્યું છે. પરિણામે કેરીને બજાર પહોંચવામાં પણ ઘણા દિવસો લાગી જાય છે. પાક ઘટે છે, જેથી કેરીની કિંમત પણ વધી જાય છે. જો કે, ખૂબ મહેનત બાદ પણ ખેડૂતને લાભ થાય તેવું કશું બચતું નથી. હવે ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠાં છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણીનો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
