Gujarati Video: રાજ્યમાં પકડાયેલા સૌથી મોટા GST કૌભાંડમાં સરકારને 15 હજાર કરોડનું નુકસાન, CM કરશે રિવ્યુ બેઠક
આ મામલે GST વિભાગ , ભાવનગર SIT, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સુરત ઇકોનોમી ઑફેન્સ વિંગ તથા આણંદ પોલીસની ટીમો દસ્તાવેજોના આધારે તપાસ પણ કરી રહી છે. ખોટી કંપનીને સાચી સાબિત કરીને બિલ અને ITC પાસ કરાવવામાં આવે છે. જેથી સરકારને મોટું નુકસાન થાય છે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લા અને શહેરોમાંથી GST કૌભાંડ પકડાઇ રહ્યા છે. જેના કારણે સરકારની તિજોરી પર 15 હજાર કરોડથી વધુનો ફટકો લાગ્યો છે.. તેથી જ હવે GST કૌભાંડને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવી ગયા છે. ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અને આગામી સપ્તાહે આ તપાસ અંગે રિવ્યુ બેઠક પણ કરશે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી મોટું GST કૌભાંડ પકડાયું છે. જેમાં સરકારને 15 હજાર કરોડનું નુકસાન પણ થયું છે.
છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટા કૌભાંડનો અંદાજ
આ કૌભાંડોની તપાસમાં ખુલાસો થયો છે કે, ભાવનગર, સુરત, અમદાવાદ ,આણંદ, ધોળકા, ધંધૂકા, ભરૂચમાં સૌથી વધુ GST કૌભાંડ થાય છે. આ મામલે GST વિભાગ , ભાવનગર SIT, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સુરત ઇકોનોમી ઑફેન્સ વિંગ તથા આણંદ પોલીસની ટીમો દસ્તાવેજોના આધારે તપાસ પણ કરી રહી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ભાવનગર સ્કેપ બિઝનેસથી આ કૌભાંડની શરૂઆત થઇ હતી.. જો કે, આજે ધીરે-ધીરે સુરત પણ એપી સેન્ટર બની રહ્યુ છે.
શું છે કૌભાંડીઓની મોડસઓપરન્ડી
ખોટા દસ્તાવેજોને આધારે ખોટી પેઢી બનાવીને GST ચોરી કરવામાં આવે છે. આ ઉપરાંત ડિજિટલ ક્રેડિટ ચેઇનને રોકવા અને ટર્ન ઓવર બનાવવા માટે સરક્યુલર ટ્રેડિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે.તો ખોટી કંપનીને સાચી સાબિત કરીને બિલ અને ITC પાસ કરાવવામાં આવે છે. જેથી સરકારને મોટું નુકસાન થાય છે. તો ખોટી અને સાચી કંપની વચ્ચે હવાલાથી રોકડમાં લેવડ-દેવડ કરવામાં આવે છે..જેથી બેંક ખાતામાં એન્ટ્રી આવતી નથી.આ રીતે કૌભાંડીઓ સરકારની તિજોરીને મોટું નુકસાન થાય છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
