Gujarati Video : હાલોલના ખોડિયાર નગરમાં  SOG પોલીસના દરોડા, 1 શખ્સ પાસેથી 450 ગ્રામ શંકાસ્પદ વ્હાઇટ પાવડરનો જથ્થો ઝડપાયો

Gujarati Video : હાલોલના ખોડિયાર નગરમાં SOG પોલીસના દરોડા, 1 શખ્સ પાસેથી 450 ગ્રામ શંકાસ્પદ વ્હાઇટ પાવડરનો જથ્થો ઝડપાયો

| Edited By: | Updated on: Feb 12, 2023 | 10:01 AM

પોલીસે ઝડપેલ વ્યક્તિને, હાલોલ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. અને તેની પાસેથી મળી આવેલ શંકાસ્પદ વ્હાઇટ પાવડરને ચેક કરવા માટે FSLની મદદ લેવાઈ હતી. મહત્વનું છે કે, વડોદરામાં ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં હાલોલના આ શખ્સનું નામ ખુલ્યું હતું,

પંચમહાલના હાલોલના ખોડિયાર નગરમાં SOG પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 1 શખ્સ પાસેથી 450 ગ્રામ શંકાસ્પદ વ્હાઇટ પાવડરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ઝડપેલ વ્યક્તિને હાલોલ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી. અને વ્હાઇટ પાવડરને ચેક કરવા માટે FSLની મદદ લેવાઈ હતી. મહત્વનું છે કે, વડોદરામાં ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં હાલોલના આ શખ્સનું નામ ખુલ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Chhota Udepur: દીપડાની દહેશત સાતમા દિવસે પણ યથાવત, બાળકોને શાળાએ મોકલતા ડરે છે વાલીઓ

આ અગાઉ અમદાવાદ શહેરમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં આરોપી ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી જતા હતા.

આ પૂર્વે અમદાવાદમાં 24 જાન્યુઆરીના રોજ MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ કરવામાં આવી હતી . SOG ક્રાઇમે સારંગપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ વેચનાર પેડલરની ડ્રગ્સ સાથે ઝડપી લીધો. SOGએ આ કેસમાં આરોપી અબ્દુલ વાઝીદ શેખની ધરપકડ કરી હતી. જે નશાનો વેપાર કરતા ઝડપાઇ ગયો હતો. SOG ક્રાઈમને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાઝીદ એમડી ડ્રગ્સ વેચવા માટે આવ્યો હતો.

Follow Us