Gujarati Video : પોરબંદરના કુતિયાણામાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ

|

Apr 11, 2023 | 11:47 PM

ઝડપી પાડવામાં આવેલો ચોખાનો જથ્થો સરકારી અનાજ હોવાનું સામે આવ્યું છે.. ચોખાના જથ્થાનું બિલ કે પાસ પરમીટ નહીં મળતા પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.. પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે.. જ્યારે અન્ય 6 ઈસમોની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતમાં  સરકારી અનાજ સગેવગે કરવાનો અનાજ માફિયાઓ જાણે વેપલો ચલાવી રહ્યા છે. અનાજ માફીયાઓ ગેરકાયદે રીતે સરકારી અનાજને બારોબાર વેચી મારતા હોવાનો વધુ એક કિસ્સો પોરબંદરના કુતિયાણાથી સામે આવ્યો છે. જ્યાં સરકારી અનાજ સગેવગે કરી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીને આધારે કુતિયાણા નજીક દેવાંગી હોટલ પાસેથી 422 ગુણી ચોખા ભરેલી ટ્રક ઝડપી પાડી છે.. પોલીસે આ ટ્રકના ડ્રાઈવરને ઝડપી તેની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે.

જેમાં ઝડપી પાડવામાં આવેલો ચોખાનો જથ્થો સરકારી અનાજ હોવાનું સામે આવ્યું છે.. ચોખાના જથ્થાનું બિલ કે પાસ પરમીટ નહીં મળતા પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.. પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે.. જ્યારે અન્ય 6 ઈસમોની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત જાન્યુઆરી માસમા જ પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થયેલ કૌભાંડ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન મેનેજર સહિત 12 સામે પોલીસ ફરિયાદ નોંધવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પોરબંદર જિલ્લામાં સરકારી અનાજ નું મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાનું જિલ્લા વહીવટી તંત્રની ધ્યાને આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ રાણાવાવ ખાતે આવેલા સરકારી અનાજ ના ગોડાઉનની તપાસ હાથ ધરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને ગોડાઉન મેનેજર સહિત 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video