Dwarka: જન્માષ્ટમી પર્વે લોકો દ્વારકામાં મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ત્યારે લાઈફ જેકેટ વિના જ બોટની સફારી માણી રહેલા લોકોના જીવ પર મોટું જોખમ જોવા મળ્યું છે. ગોમતી ઘાટ પર તમામ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. તંત્રની નજર સામે જ લોકોને સ્પીડ બોટ પર બેસાડવામાં આવી રહ્યા છે. ત્યારે જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Gujarat Video: તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની આવક, ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડાયું
સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે. મોરબી હોનારતની જેમ જ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? બોટ સંચાલકો સામે ક્યારે લેવાશે પગલા? સેફ્ટી વિના લોકોને બોટમાં કેમ બેસાડવામાં આવે છે? બોટ સંચાલકોની કટકી કોના ખીસ્સામાં જઈ રહી છે? સ્થાનિક અધિકારીઓ ક્યારે કાર્યવાહી કરશે? હજારો ભક્તો જ્યારે નાથના દર્શને આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાની ચિંતા કોણ કરશે?
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો