Gujarati Video : મોરબીના વાંકાનેરના કોટડાનાયાની ગામમાં કૂવો ખોદતા ભેખડ ધસી, 3 શ્રમિકના મોત

|

Mar 27, 2023 | 9:28 AM

કૂવો ખોદવાની કામગીરી સાંજના સમયે કરવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ભેખડ પડવાથી ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. જેથી બે શ્રમિકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે એક શ્રમિકને તાત્કાલીક ધોરણે સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો.

મોરબીના વાંકાનેરના કોટડાનાયાની ગામમાં કૂવો ખોદકામ કરતા સમયે ભેખડ પડવાથી ત્રણ શ્રમિકના મોત થયા છે. કૂવો ખોદવાની કામગીરી સાંજના સમયે કરવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ભેખડ પડવાથી ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. જેથી બે શ્રમિકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે એક શ્રમિકને તાત્કાલીક ધોરણે સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શ્રમિકનું મોત થયુ હતુ. આ સમગ્ર ઘટનાની જાણ વાંકાનેર પોલીસને કરવામાં આવી છે. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો : 2022 Morbi bridge collapse: કોણ છે આરોપી જયસુખ પટેલ? પોલીસ ચાર્જશીટમાં થયા મોટા ખુલાસાઓ, વાંચો FULL STORY

ભાવનગરમાં લિફ્ટ તૂટવાની ઘટના

આ અગાઉ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સાઇ કોલ્ડ સ્ટોરેજમાં 17 ફેબ્રુઆરીએ લિફ્ટ તુટવાનો બનાવ બન્યો હતો. જેમા બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત થયુ હતુ. અંકિત સુભાષચંદ્ર નામના મજૂરનું મોત થયું હતુ. ત્યારે હવે લિફ્ટ તૂટવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 3 સુધી પહોંચ્યો હતો. હજુ પણ અન્ય 4 શ્રમિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

Next Video