Ahmedabad Gujarati Video: અમદાવાદ સહિત અનેક શહેરોના રસ્તાઓ બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

Ahmedabad Gujarati Video: અમદાવાદ સહિત અનેક શહેરોના રસ્તાઓ બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

| Edited By: | Updated on: Oct 05, 2023 | 2:19 PM

Ahmedabad: અમદાવાદ સહિત અનેક શહેરોના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રોડ પર ખાડા અપાર છે. વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે ત્યારે રોડના કામમાં આચરાયેલા ભ્રષ્ટાચારની પણ પોલ ખૂલી છે. તંત્ર દ્વારા જનતાને મસમોટા વિકાસના વચનો અપાયા અને બદલામાં મળ્યા છે ખાડા

Ahmedabad: અમદાવાદ હોય કે પછી સુરત,, ચોમાસાના અંતે કોઈ શહેરના એકપણ રસ્તા ખાડાથી બાકાત નથી. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોના રસ્તા બિસ્માર થઈ ગયા છે. ડિસ્કો રસ્તાના કારણે વાહનચાલકોની કમર તૂટી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી અત્યાર સુધી હલ્યું નથી. તેવામાં અમદાવાદ કોર્પોરેશને આવતીકાલથી રસ્તાઓનું સમારકામ કરવાનો દાવો કર્યો છે.

બીજી તરફ સુરતના કિમ-માંડવી સ્ટેટ હાઈવેનું સમારકામ TV9ના અહેવાલ બાદ શરૂ કરાયું છે. આતરફ વડોદરામાં કરજણથી ડભોઈને જોડતો મુખ્ય રસ્તો ખખડધજ થઈ ગયો છે. જ્યારે ભાવનગરમાં પણ રસ્તાની સ્થિતિ એવી છે કે વાહચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ પાલનપુર અને કલોલમાં પણ રસ્તા પર પડેલા ખાડાના કારણે લોકો પરેશાન છે. આતરફ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બિસ્માર રસ્તાના કારણે લોકોની હાલાકી વધી ગઈ છે.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદીઓને ઉબડખાબડ રસ્તાથી મળશે છૂટકારો, 1 ઓક્ટોબરથી તમામ રસ્તાઓનુ થશે સમારકામ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 01, 2023 12:24 AM