Chhota Udepur: વર્ષો વિત્યા બાદ માંડ માંડ રસ્તાનું કામ મંજૂર થયુ હોય, રસ્તો બનતો હોય અને તેનું પણ કામ બંધ થઈ જાય તો. જીહાં છોટાઉદેપુરના નસવાડીના ઊંડાણ ગામની. જ્યાં રસ્તો બનાવવાની કામગીરીના 4 મહિના બાદ જાણ થઈ કે, રસ્તો નક્કી કરાયેલ ગુણવત્તા કરતા ઓછી ગુણવત્તાનો બનતો હતો. જેથી એક્ઝીક્યુટીવ ઈજનેરે રસ્તાનું કામ બંધ કરવા સૂચના આપી.
મહત્વનું છે કે ધારસિમેલથી હરખોડ, કુંડા ગામના રસ્તાનું કામ 14 કરોડના ખર્ચે મંજૂર થયું છે. કુંડા ગામે જવા માટે 8 જેટલા સ્લેબ ડ્રેઈન અને 6 કિમીનો ડામરનો રસ્તો મંજૂર થયો હતો. જેની કામગીરી આર.એમ.સી. કોંક્રિટ પ્લાન્ટ મુજબ કરવાની હતી. પરંતુ ફ્લોરી કોંક્રેટ પ્લાન્ટ મુજબ કામગીરી થતી હોવાની અધિકારીને જાણકારી મળી અને એક્ઝીક્યુટીવ ઈજનેરે તાત્કાલિક એજન્સીને કામ બંધ કરવા સૂચના આપી.
આ પણ વાંચો : Rajkot: PGVCLનો સપાટો, 4 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, વીજચોરી ભાવનગર સર્કલ અવ્વલ !
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો