Gujarati Video : મહેસાણામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાર્ટ એટેકથી નિવૃત સરકારી કર્મચારીનું મોત, ખોટા સર્ટિફિકેટ આપવાના કેસમાં નોંધાઈ હતી ફરિયાદ
મહેસાણામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાર્ટ એટેકથી નિવૃત સરકારી કર્મચારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા નિવૃત્ત સરકારી કર્મચારી આર.વી.પટેલને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
મહેસાણામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાર્ટ એટેકથી નિવૃત સરકારી કર્મચારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા નિવૃત્ત સરકારી કર્મચારી આર. વી. પટેલને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : Tender Today : મહેસાણા જિલ્લાના બે તાલુકાના બે કામ માટે ટેન્ડર જાહેર, ડ્રેઇનના જંગલ કટિંગ માટે કરવાનું રહેશે કામ
મહત્વનું છે કે 2014-15માં રોડના ટેસ્ટિંગના ખોટા સર્ટિફિકેટ આપવાના કેસમાં ફરિયાદ નોંધાઇ હતી. ગત ફેબ્રુઆરીમાં ઇજારદાર અને નિવૃત્ત સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આર.વી.પટેલનો પણ ઉલ્લેખ કરાયો હતો. મૃતક આર.વી.પટેલ પર RCC રોડના ખોટા સર્ટિફિકેટ બનાવી આપવાનો આરોપ હતો. લાંઘણજ એપ્રોચ રોડ જોઇનિંગ ખેરવા નારદીપુર રોડના ખોટા સર્ટિફિકેટ બનાવી આપ્યાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના થઈ ખેડૂતો સાથે છેતરપિંડી
તો બીજી તરફ વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હતી. ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે 670 વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી હતી. જે પૈકી કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ સામે આવતા ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. ખેડૂતોએ ગેરરીતિ આચરનારા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…