Ahmedabad: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જયારે આગામી 5 દિવસમાં અમુક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. હિમાચલ તરફ વરસાદ ખેંચાઈ ગયો હોવાથી હાલ ગુજરાતમાં વરસાદ નહીં પડી શકે. ભેજના કારણે છુટોછવાયો હળવો વરસાદ રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતીઓએ ગરમી માટે તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહમાં 2થી3 ડિગ્રી તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં અલનિનોની અસરને કારણે વાતાવરણ સુકુ જોવા મળી રહ્યુ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા નહિવત છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો