Gujarati Video : રાજકોટની જસદણ નગરપાલિકામાં હલકી ગુણવત્તાવાળા કામ સામે કમિશર કચેરીએ લાલ આંખ કરી, જવાબદારોને ફટકારી નોટીસ
પ્રાદેશિક કમિશ્નર કચેરીના કાર્યપાલક એન્જીનીયરે નોટિસ પાઠવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે સાથે કાર્યપાલક એન્જીનીયર તથા પ્રોજેક્ટ એન્જીનીયરે તમામ કામોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
રાજકોટની જસદણ નગરપાલિકામાં અતિ હલકી ગુણવત્તાવાળા કામો થવા બાબતે કારણદર્શન નોટિસ ફટકારાઈ છે. છેલ્લા એક વર્ષમાં નવા બનેલા રોડ-રસ્તાની નબળી ગુણવત્તાને લઈ ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠી હતી. ભ્રષ્ટાચાર બાબતે જવાબદારોને રાજકોટ પ્રાદેશિક કમિશ્નર કચેરીના કાર્યપાલક એન્જીનીયરે કારણદર્શક નોટીસ ફટકારી હતી.
આ પણ વાંચો :Gujarati Video: ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટુ, જીરુ, ધાણાના પાકમાં ચર્મી રોગને કારણે વ્યાપક નુકસાનની ભીતિ
પ્રાદેશિક કમિશ્નર કચેરીના કાર્યપાલક એન્જીનીયરે નોટિસ પાઠવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે સાથે કાર્યપાલક એન્જીનીયર તથા પ્રોજેક્ટ એન્જીનીયરે તમામ કામોની રૂબરૂ સ્થળ તપાસ કરતા તમામ કામો પ્રાથમિક દ્રષ્ટિએ નબળી ગુણવત્તાના હોવાનું નોટીસમાં જણાવ્યું છે. હાલ જસદણ નગરપાલિકામાં ચાલતા કામની રકમો ન ચુકવવા પણ આદેશ કરાયો છે. તો સ્થાનિકોએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલા લેવાય તેવી માગ કરી છે.
તો બીજી તરફ જસદણ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જીનીયરે નબળા રોડની કામગીરીને જે તે એજન્સી મારફતે ફરી સુધારવા હૈયા ધરણા આપી હતી.પરંતુ ભ્રષ્ટાચાર આચરેલા અધિકારી દંડાશે કે કેમ તે અંગે તપાસનું રટણ રટ્યું હતું.
આ અગાઉ પણ રાજકોટ જિલ્લાના જસદણની મેઈન બજાર રોડમાં મસમોટા ખાડા પડ્યા હતા. ત્યારે DSVK હાઇસ્કૂલથી લઈને જૂના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતા. રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ત્રણ વર્ષમાં એક પણ વખત સમારકામ કરવામાં આવ્યું ન હતું. વહેલી તકે આ રોડ બનાવવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી હતી.
