ગુજરાતી વીડિયો : લગ્ન સમારોહમાં રોલો પાડવા બંદૂક લઈને ફરવાનું ભારે પડ્યું, પોરબંદર-સુરેન્દ્રનગરમાંથી પોલીસે ઝડપ્યા આરોપી
પોરબંદરમાં લાયસન્સવાળા હથિયાર લઈ જાહેરનામાનો ભંગ કરતા 4 શખ્સોની SOGએ ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો લગ્નપ્રસંગમાં ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા રમેશ છલાણાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
રાજ્યમાં બે અલગ અલગ જિલ્લાઓમાં હથિયારના મુદ્દે પોલીસ દ્વારા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદર તેમજ સુરેન્દ્રનગરમાં હથિયારો સંદર્ભે સામે આવેલી ઘટનામાં પોલીસે કાયદાકીય કામગીરી કરતા આ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી પોરબંદરમાં એસઓજી દ્વારા 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગે ફાયરિંગ કરનારા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
પોરબંદરમાં લાયસન્સવાળા હથિયાર લઈ જાહેરનામાનો ભંગ કરતા 4 શખ્સોની SOGએ ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો લગ્નપ્રસંગમાં ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા રમેશ છલાણાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ ફોટોને લઇને SOGએ કડક કાર્યવાહી કરી હતી અને SOGએ આરોપી રમેશ છેલાણા અને તેના બે ભાઈઓ તથા એક પિતરાઇ ભાઇને લાયસન્સવાળા હથિયાર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે આરોપી રમેશ છેલાણા અગાઉ પણ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હથિયારના કેસમાં ઝડપાઇ ચૂક્યો છે તેમ છતાં તેણે ફરીથી હથિયાર જાહેરનામાના નિયમનો ભંગ કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં પણ લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારની ધરપકડ
સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરનારની ધરપકડ થઈ છે. ચોટીલાના ચોરવીરા ગામે પિતાના પરવાના વાળી બંદુકમાંથી પુત્રએ ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પુત્રએ જાહેરમાં બાર બોરની બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું. જેના લીધે પોલીસે બંદુકનું લાયસન્સ ધરાવનાર પિતાની અને ફાયરિંગ કરનાર પુત્રની પણ ધરપકડ કરી છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત

અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
