Gujarati Video : રાજુલાનો ધાતરવડી-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા 10 ગામને કરાયા એલર્ટ

| Edited By: | Updated on: Jul 04, 2023 | 7:08 PM

Amreli: અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા રાજુલાનો ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને લોકોને નદીકાંઠે ન જવા તાકીદ કરવામા આવી છે. જિલ્લાના અત્યાર સુધીમાં 6 જળાશયો છલોછલ ભરાયા છે.

Amreli:અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી-2 ડેમ હાલ ઓવરફ્લો થયો છે. આથી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 6 જેટલા જળાશયો ઓવરફ્લો થયા છે. ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીકાંઠે અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. રાજુલા તાલુકાના ખાખબાઈ, હિંડોરણા, કોવાયા, લોઠપુર સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

આ પણ વાંચો : Gujarat Video : અવિરત વરસાદને કારણે અમરેલીના જળાશયો થયા ઓવરફ્લો, સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમનો નિહાળો નયનરમ્ય નજારો

ફુલસર નદીમાં પૂરની સ્થિતિ

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ફુલસર નદીમાં પૂર આવ્યુ છે. મેરીયાણામાં ધોધમાર વરસાદ બાદ હાલ ગામની ફુલસર નદી બે કાંઠે વહી રહી છે. સાવરકુંડલામાં બપોરના સમયે ભારે ઉકળાટ બાદ બાઢડા, મેરીયાણા, વીજપડી, ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગામના રસ્તા ધોવાયા છે અને માર્ગો પર પાણી ફરી વળતા બેટમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

With Input- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 04, 2023 07:07 PM