Gujarati Video: રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ વધુમાં વધુ ગણેશોત્સવની ઉજવણી માટે 45 શ્રીજીની મૂર્તિઓનું કર્યુ વિતરણ

| Edited By: | Updated on: Sep 16, 2023 | 10:24 PM

Amreli: અમરેલીના રાજુલા પંથકના ગામડામાં વધુમાં વધુ ગણેશજીની મૂર્તિઓની ઉજવણી કરવા માટે ધારાસભ્ય હિરા સોલંકીએ શ્રીજીની મૂર્તિનું વિતરણ કર્યુ. ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો દ્વારા 45 જેટલી શ્રીજીની મૂર્તિનું વિતરણ કર્યુ હતુ. આ તકે તેમણે જણાવ્યુ હતુ કે શહેરોમાં તો ગણેશોત્સવની મોટાપાયે ઉજવણી થતી હોય છે. પરંતુ નાના ગામોમાં પણ ગણેશોત્સવની સારી રીતે ઉજવણી થાય તે હેતુથી આ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ દરેક મૂર્તિ રાજુલા અને આસપાસના ગામોમાં ગણેશોત્સવના આયોજકોને વિતરણ કરવામાં આવી હતી.

Amreli: દેશભરમાં ગણેશોત્સવની તૈયારી ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અમરેલીના રાજુલા તાલુકાના ધારાસભ્ય હિરા સોલંકીએ અંધેરીના ઘરે છેલ્લા 50 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજુલા જાફરાબાદ વિસ્તારના ગામડામા ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી થાય તે હેતુથી રાજુલા અને આસપાસના નાના મંડળ સંચાલકોને ગણેશ પ્રતિમા આપવામાં આવી છે.

45 શ્રીજીની મૂર્તિઓનું ગણેશ પંડાલો માટે વિતરણ

કુલ 45 મૂર્તિઓનું ગણેશ પંડાલ માટે વિતરણ કરવામાં આવ્યુ છે. આજે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં તમામ મૂર્તિઓ કાર્યકરોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી પૂજા અર્ચના સાથે ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે મૂર્તિ વિતરણ કરાઈ હતી. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 45 મૂર્તિ વિતરણ કરવામાં આવી. ત્યારે ઢોલ નગારા શરણાઈ સાથે બાપા મોરીયાની પૂજા અર્ચના કરી ભાજપના કાર્યકરો અને વેપારીઓના હસ્તે મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: Amreli Video : બગસરા નગરપાલિકામાં નવાજૂનીના એંધાણ ! ભાજપના 6થી 7 સભ્યો સંપર્ક વિહોણા, શાખ બચાવવા માટે નેતાઓએ કવાયત હાથ ધરી

ગામડે ગામડે ગણેશોત્સવ ઉજવણી થાય તે હેતુથી મૂર્તિનું કરાયુ વિતરણ- હિરા સોલંકી

ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું આપણા સૌના ગણપતિ બાપાનો તહેવાર મોટા શહેરોમાં તો ઘણો ધામધૂમથી ઉજવાય છે. પરંતુ નાના-નાના ગામોમાં પણ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થાય તે માટે મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યુ છે. આજે મારા મત વિસ્તારમાં અમારા ગણપતિ બપ્પા ગામડે ગામડે જઈ રહ્યા છે અને ગામડામાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નાના મંડળના લોકો ગણેશોત્સવની ઉજવણી કરવા માગે છે. ત્યારે મંડળોની અપેક્ષા હતી તે પ્રમાણે મૂર્તિ અમારા કાર્યકર્તા અને એક પાર્ટીના આગેવાન તરીકે અમારા હસ્તે આપી છે અમને પણ આનંદ છે. વધુમાં તેમણે જણાવ્યુ મુંબઈમાં અંધેરી સ્થિત આવેલા તેમના ઘરે છેલ્લા 50 વર્ષથી ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો