Amreli Video : બગસરા નગરપાલિકામાં નવાજૂનીના એંધાણ ! ભાજપના 6થી 7 સભ્યો સંપર્ક વિહોણા, શાખ બચાવવા માટે નેતાઓએ કવાયત હાથ ધરી
અમરેલીની બગસરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે રાજકીય ખેલ શરૂ થયો છે. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતી નગરપાલિકામાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના 6થી 7 સભ્યો સંપર્ક વિહોણા થતા જિલ્લા ભાજપમાં હડકંપ સ્થિતિ સર્જાઈ છે. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપના 20 અને કોંગ્રેસના 8 સભ્ય છે.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નગરપાલિકા પ્રમુખ માટે ભાજપ તરફથી અપાયેલા નામ સામે નારાજગી હતી.
Amreli : અમરેલીની બગસરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે રાજકીય ખેલ શરૂ થયો છે. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતી નગરપાલિકામાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના 6થી 7 સભ્યો સંપર્ક વિહોણા થતા જિલ્લા ભાજપમાં હડકંપ સ્થિતિ સર્જાઈ છે. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપના 20 અને કોંગ્રેસના 8 સભ્ય છે.
આ પણ વાંચો : Amreli: હાલરિયા ગામે 5 વર્ષની બાળકીને ફાડી ખાધા બાદ વનવિભાગે 2 સિંહણને પાંજરે પુરી
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નગરપાલિકા પ્રમુખ માટે ભાજપ તરફથી અપાયેલા નામ સામે નારાજગી હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને સત્તાનો ખેલ પાડી દે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ 6થી 7 સભ્ય સંપર્ક વિહોણા થતા ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓમાં દોડધામ મચી છે. શાખ બચાવવા માટે ભાજપના નેતાઓએ કવાયત હાથ ધરી છે.
Latest Videos
Latest News