AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડ નવી જણસથી ઉભરાયું, ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ

Gujarati Video : રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડ નવી જણસથી ઉભરાયું, ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 9:01 AM
Share

રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણા, મરચા સહિતની જણસની મોટી માત્રામાં આવક થઈ રહી છે. હાલ માર્કેટયાર્ડમાં ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ છે. જો ભાવની વાત કરીએ તો હરાજીમાં ધાણાનો ભાવ 1400થી લઈને 2100 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે.

માર્ચ એન્ડિંગની 9 દિવસની રજાઓ બાદ નવી જણસથી ઉભરાયું છે. રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણા, મરચા સહિતની જણસની મોટી માત્રામાં આવક થઈ રહી છે. હાલ માર્કેટયાર્ડમાં ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ છે. જો ભાવની વાત કરીએ તો હરાજીમાં ધાણાનો ભાવ 1400થી લઈને 2100 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે.

આ પણ વાંચો : Rajkot: અહી નથી ચાલતો સરકારનો સિક્કો, જાણો TV9ના સ્ટીંગ ઓપરેશનના Videoમાં થયેલો ખુલાસો

જ્યારે મરચાનો ભાવ 4000થી લઈને 7000 સુધી મળી રહ્યા છે. નવ દિવસ બાદ માર્કેટયાર્ડ ખુલતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચ્યા હતા. જો કે મબલખ આવક અને કમોસમી વરસાદની આગાહીને પગલે ધાણાની આવક હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. માર્કેટયાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદના વાદળો હટ્યા બાદ ધાણાની આવક ફરી શરૂ કરવામાં આવશે.

બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું

તો આ તરફ ગુજરાતમાં બારમાસી મસાલા અને અનાજ ભરવાની સિઝન ચાલી રહી છે. મરચું, ધાણાજીરું પાવડર, જીરું, હળદર તેમજ અન્ય મરી મસાલાની સાથે સાથે ઘઉં ભરવાની સિઝન પણ ચાલી રહી છે. જોકે તમામ અનાજ તથા મસાલામાં આ વખતે 20થી 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ માટે બારમાસી અનાજ અને મસાલા ભરવાનું આકરું બની ગયું છે.

રોજબરોજના ઉપયોગમાં લેવાનારા ઘઉં થયા અતિશય મોંઘા

ત્યારે એક તરફ હાલમાં ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે અને તે દરમિયાન ઘઉંના ભાવમાં અતિશય વધારો થતા લોકોના બજેટ ઉપર અસર પડી છે તો સાથે જ ભાવ વધતા લોકો જરૂરિયાત સામે ઓછા ઘઉંની ખરીદી કરી રહ્યા છે. તો કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ઘઉં ખરીદવા કે નહીં?

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 04, 2023 07:19 AM
g clip-path="url(#clip0_868_265)">