Gujarati Video: Rajkot: કાર્યક્રમ પહેલા જ બાબા બાગેશ્વર વિરુદ્ધ ઉઠ્યા વિરોધના સૂર, વિજ્ઞાનજાથાએ ફેંક્યો પડકાર, રાજકોટ અને સુરતમાં કાર્યક્રમ રદ કરવાની માગ

| Edited By: | Updated on: May 16, 2023 | 8:21 PM

Rajkot: બાબા બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે. આગામી 26મી મે થી 2 જૂન સુધી બાગેશ્વરધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાકાર સાથે દિવ્ય દરબાર યોજવાના છે. જો કે તેમની મુલાકાત પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ દરબાર યોજશે. બાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 26 થી 2 જૂન સુધી ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાત મુલાકાત પહેલા રાજકોટમાં બાગેશ્વર ધામના દરબાર સામે વિજ્ઞાન જાથાએ વિરોધ નોંધાવ્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે.

બાબા લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા છે- જયંત પંડ્યા-વિજ્ઞાનજાથા

જયંત પંડ્યાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યો છે. જેનો અમે સખત વિરોધ કરી રહ્યાં છે.સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો રાજકોટમાં બાગેશ્વર ધામનો દરબાર યોજાશે તો તેની સામે વિજ્ઞાન જાથા ભારે વિરોધ નોંધાવશે. એટલું જ નહીં કલેક્ટરને આવેદન આપી આવો દરબાર ન યોજાય તે માટે માગ કરાશે.

આ પણ વાંચો: Bageshwar Baba: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભક્તોની ભીડ, બાબાએ કહ્યું- રામ રાજ્યની સ્થાપના સુધી વારંવાર બિહાર આવીશ

તો વધુમાં જયંત પંડ્યાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના સાધુ સંતોનું અપમાન કરી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના શબ્દો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. છતાં સરકાર કેમ પગલાં લેતી નથી. આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 16, 2023 08:01 PM