Gujarati Video : જંત્રીના દર વધારવા મુદ્દે રાજકોટ બિલ્ડર એસોસિએશનનો વિરોધ, અમલ કરતા પહેલા એક મહિનાનો સમય આપવા માગ
Rajkot News : સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું નોટિફિકેશન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે
રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં બમણો ભાવ વધારો ઝીંક્યો છે. છેલ્લે 2011માં જંત્રીના ભાવમાં વધારો કરાયો હતો અને તેના 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે. ત્યારે રાજકોટના બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીમાં ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ ક્રેડાઈ ગુજરાતની મીટિંગ બોલાવવામાં આવી છે. રાજકોટના બિલ્ડર એસોસિએશને જંત્રી અમલમાં મુકતા પહેલા એક મહિનાનો સમય આપવા માગ કરી છે. તેમના જણાવ્યા અનુસાર પદ્ધતિસર જંત્રી વધે તે જરૂરી છે.
મહત્વનું છે કે સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું નોટિફિકેશન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે. રાજ્યમાં થઈ રહેલા ઝડપી વિકાસના કારણે જમીનોના ભાવમાં વધારો થયો છે. આ જમીનોના બજારભાવ યોગ્ય રીતે નક્કી થઈ શકે તે માટે જંત્રીના દર બમણા કરાયા છે. જેથી રાજ્યમાં નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજનો ખર્ચ વધી જશે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ પણ 30થી 50 ટકા વધી જશે. નવા જંત્રીના દરને પગલે રાજ્ય સરકારની આવકમાં વધારો થશે.
આપને જણાવી દઈએ કે, મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી ખુબ વિરોધ થયો અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી, જે હાલ અમલમાં છે.