Gujarati Video : જામનગરના જોડીયાના ગામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

| Edited By: | Updated on: May 30, 2023 | 8:32 AM

જોડીયાના ગામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સોમવારે બપોર સુધી તડકો બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ સાંજે વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

Jamnagar: ગુજરાતના(Gujarat) હવામાનમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની(Rain) શરૂઆત થઈ છે. જેમાં જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જ્યારે જોડીયાના ગામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સોમવારે બપોર સુધી તડકો બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ સાંજે વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાને જોતા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.

કેટલાક જિલ્લામાં 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જો કે ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 30, 2023 08:27 AM